________________ જ્ઞાનમાં દેખાયું. ઈન્દ્ર મહારાજાને થયું કે આ વિષ કણિયો નહીં નીકળે તો એમનું કલ્યાણ નહિ થાય. એમની લીટી નાની કરવા માટે નહીં, એમને પછાડવા માટે નહીં અને હલકો બતાવવા માટે નહીં. પોતાનું માન પોષવા માટે નહીં અને પોતાની લીટી મોટી કરવા માટે નહીં. પરંતુ એમનો વિષ કણિયો-માન-કષાય તોડવા માટે એક કલ્યાણ મિત્રની ભાવનાથી આકાશમાંથી એક વિશિષ્ટ કોટીનું સામૈયું નીચે ઉતાર્યું. દેવેન્દ્ર પોતાની શક્તિ વિદુર્વે પછી શું બાકી રહે ? બધાના માથાં ડોલી ગયાં. અદ્ભુત.... અદ્ભુતનો નાદ સ્વયંભૂ રીતે સૌના હૈયામાં ઉડ્યો. જીભ પર સવાર થઈ ચૌરે ને ચૌટે ગવાયો. દશાર્ણભદ્ર રાજવીએ પણ સામૈયું જોયું. ઓહો ! ગજબનું સામૈયું છે. માથું ડોલી ગયું અને થયું, મારો મનોરથ અધૂરો રહેશે. બીજો કોઈ હલકો-ખરાબ વિચાર નથી. અદેખાઈ થતી નથી, એમને વિચાર ન આવ્યો કે મારો પ્રસંગ હલકો પાડવા ઈન્ડે આ કાર્ય કર્યું. એમને સામૈયું કરવું હતું તો ગમે ત્યારે કરવું હતું. આજે જ કેમ કર્યું ?' આવો એક હલકો વિચાર ન આવ્યો. ઈન્દ્ર મહારાજ એમના મનનાં પરિણામ જોઈ રહ્યા છે. બન્ને નજીક આવ્યા. બંનેમાંથી કોઈના મનમાં ઈર્ષાનો પરિણામ નથી. દશાર્ણભદ્રને થયું, મારી ભાવના અધૂરી રહી ગઈ.' સમવસરણના પગથિયાં ચડતાં વિચાર આવ્યો, ‘દ્રવ્યભક્તિમાં તો દેવેન્દ્રને હું નહીં પહોંચી શકું, પણ ભાવભક્તિમાં મને પહોંચવાની તાકાત તો દેવેન્દ્રની પણ નથી જ. તો ચાલો, ભાવ-ભક્તિમાં ઝુકાવી દઉં.' ભગવાન પાસે જઈ પ્રદક્ષિણા આપી, મુગટ ઉતારી અને કહ્યું કે “હે ભગવંત ! ભવનિસ્તારિણી દીક્ષા આપો.” સંયમનો સ્વીકાર કર્યો. ઉત્કૃષ્ટ ભાવભક્તિ+પ્રભુ આજ્ઞાનું પાલન = સર્વવિરતિ સ્વીકાર. એ લઈ જીવન ધન્ય બનાવ્યું. ઈન્દ્ર મહારાજે પણ મુગટ ઉતારી તેમના ચરણોમાં નમીને કહ્યું : “હે મહાત્મન્ ! ઉત્કૃષ્ટ દ્રવ્યભક્તિ ભલે હું કરી શકું, પરંતુ તમારા જેવી ભાવભક્તિ કરવા માટે તો હું અસમર્થ જ છું.” એમ કહી એમની ગુણસ્તવના કરી. કેવો ભક્તિનો એ ભાવ હશે ? કેવા ભક્તિનાં એ સોણલાં હશે ? કેવી એ દ્રવ્ય અને ભાવ-ભક્તિ હશે ? આજે તમે તો શું ભક્તિ કરી શકો ? ભક્તિના અવસરે ઘડિયાળ જોયા કરનારો ભક્તિ ન કરી શકે. સંસારની રઝળપાટને ટાળનારી જિનભક્તિ છે, તેને સાધવાનો આ અવસર છે. સંસારનો વ્યવહાર તો કાયમનો કપાળે વળગેલો છે. તેનાથી કલ્યાણ નથી. કલ્યાણ એકમાત્ર જિનભક્તિથી જ છે. માટે એની તક સાધી લેવી છે. -- - 98 અંજનશલાકાનાં રહસ્યો -- -- --