________________ આપણે ત્યાં સમવસરણ સ્તવ પ્રકરણ નામનો ગ્રંથ છે. તેમાં અને ત્રિષષ્ટિ અને વિવિધ પ્રભુનાં ચરિત્રાદિ ગ્રંથોમાં સમવસરણ તેમજ પ્રભુની ઋદ્ધિના પ્રચુર વર્ણનો છે. આ પરમાત્માની પુણ્ય પ્રકૃતિના કારણે દેવો પરમાત્માની ઉત્તમ પ્રકારે ભક્તિ કરી શકે છે. મનુષ્ય ગમે તેટલી ભક્તિ કરે તો પણ રાંકડો છે. તે કરી કરીને શું કરી શકે ? દેવોની આગળ મનુષ્યનું શું ગજું ? આપણે શું કરી શકવાના હતા ? યાદ કરો દશાર્ણભદ્ર રાજવીને ! રાજવી દશાર્ણભદ્ર પરમાત્માની ભક્તિના મનોરથને સફળ કરવા પરમાત્માના સામૈયામાં પોતાના દ્રવ્યનો ઉપયોગ કરવા તમામ રાજભંડારોને ખુલ્લા મૂક્યા હતા. જેટલું વાપરી શકાય તેટલું વાપરીને પરમાત્માની ભક્તિ કરી લેવાનો મનોરથ હતો. પરમાત્માની ભક્તિ આજ સુધી કોઈએ ન કરી હોય તેવી ઉત્તમ રીતે કરવાના મનોરથ હતા. તમને તો એમ થાય કે કલાક-બે કલાકના સામૈયામાં આટલો ખર્ચો ? મને કહો, તમારા સંસારી પ્રસંગોમાં કલાક-બે કલાક જમણનો કેટલો ખર્ચો હોય છે ? દીકરાના લગ્નમાં કેટલો ખર્ચો હોય છે ? એક લગ્નમાં પ૦-પ૦ કરોડ પણ ઉડાવનારા સાંભળ્યા છે ને ? માત્ર રીસેપ્શનનું સ્ટેજ બનાવવા પાછળ પ-૭ કરોડનું પાણી કરનારા પણ છે ને ? એ બધું સંસારવૃદ્ધિ માટે છે. પરમાત્માની ભક્તિમાં જે વપરાય, એ સંસારક્ષય માટે થાય છે. આ તો ત્રણ લોકના નાથનું સામૈયું કરવું છે ? આત્માની સહજ શુદ્ધ અવસ્થા પ્રગટાવવાનો ઉપાય એમણે બતાવ્યો છે. જો એમણે આ માર્ગ બતાવ્યો ન હોત, તો આપણી કઈ સ્થિતિ હોત ? ત્રણ જગતના નાથના ચરણોમાં જે ન્યોછાવરી કરો, તેમાં અધિકું કાંઈ નથી. આપણે જે કરીએ છીએ, તે તો ખરેખર બાળચેષ્ટા જ છે. આવી ભક્તિ કર્યા પછી એ કહે છે કે, “જે નિર્મળ ત્રણ જ્ઞાનના ધણી દેવો છે, જેમની પાસે આકાશમાં ઉડવાનું સામર્થ્ય છે, અનેક શરીર બનાવવાની શક્તિ છે, એવા દેવો અને દેવેન્દ્રો જે આપની ભક્તિ કરે તે કરવાની અમારામાં ક્યાં તાકાત છે. માનવ એવો હું શું કરી શકવાનો હતો ?' દશાર્ણભદ્ર રાજવીને આનંદ હતો તે ઈન્દ્ર મહારાજે જોયું. એમનું પણ માથું ડોલી ગયું. તેમનાં મનનાં પરિણામ જુવે છે. ભક્તિનો સાગર જે રીતે ઉભરાઈ રહ્યો હતો, ભક્તિના ભાવોની ઉર્મિ આવી રહી હતી. તે જોઈ આનંદ થયો પણ એ ભક્તિનાં પરમાન્નમાં માન-કષાયરૂપ વિષનો કણિયો પડ્યો હતો, તે પણ -- -- -- -- -- - -- ભાવભક્તિ કરવામાં માનવીને દેવેન્દ્ર પણ ન પહોંચી શકે