________________ રત્નજડિત સિંહાસન બનાવે, એ સ્થિતિમાં કે ઉભા ઉભાં ધ્યાન કરવાની સ્થિતિમાં પરમાત્માને એ બંને સ્થિતિમાં કોઈ તફાવત પડ્યો નથી. એક બાજુ પુણ્ય પ્રકૃતિઓ, બીજી બાજુ પ્રકૃષ્ટ પુણ્યોદયે થતા અષ્ટ પ્રાતિહાર્યો અને ત્રીજી બાજુ “ગયોહા” આ ત્રણે અવસ્થા ભાવવાની છે. પરમાત્માના ચરણે દેવ-દેવેન્દ્રો, માનવો સેવા કરવા તત્પર હોય છે. તેમાં દરેક વખતે પરમાત્માની નિર્લેપતા આંખ સામે લાવીને આત્માને ભાવિત કરવાનો છે. આ સ્થળે યાદ કરો, કલિકાલસર્વજ્ઞશ્રીજીએ કરેલ પ્રભુ શ્રી પાર્શ્વનાથ અને પ્રભુશ્રી મહાવીર પરમાત્માની સ્તુતિઓ : 'कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति / प्रभुस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः / / ' અર્થ : ‘કમઠ (ઉપસર્ગ કરવા રૂ૫) અને ધરણેન્દ્ર (ઉપસર્ગ હરવા રૂ૫) પોતપોતાને ઉચિત એવું કાર્ય કરે છે. ત્યારે પણ પાર્શ્વનાથ પ્રભુ સમાન મનોવૃત્તિવાળા થઈને રહે છે. તે પ્રભુ તમારા કલ્યાણ કરનારા થાઓ.” અને ‘पन्नगे च सुरेन्द्रे च, कौशिके पादसंस्पृशि / निर्विशेषमनस्काय, श्रीवीरस्वामिने नमः / / ' અર્થ : ‘ચંડકૌશિક સર્પ અને દેવેન્દ્ર (સર્પ અને ઈન્દ્ર બંને માટે સંસ્કૃતમાં કૌશિક શબ્દ વપરાય છે) બંને પ્રભુના પગને અડક્યા ત્યારે પણ પ્રભુને મન બંનેમાં કોઈ ફરક ન હતો. તે શ્રી વીરસ્વામીને નમસ્કાર થાઓ.' આ આપણા પરમાત્માની સિદ્ધિ છે, એમનું જીવનવ્રત છે અને આપણો પરમ આદર્શ છે. પરમાત્માનો યોગવૈભવ કેવો હતો ? ઓછામાં ઓછા એક કરોડ દેવતા પ્રભુની સેવામાં હાજર જ હોય છે. અહીંથી દેશના આપી ઊભા થાય અને બીજા સ્થળે પહોંચે, તે પહેલાં ત્યાં બીજું સમવસરણ રચાઈ ગયું હોય. પહેલો ગઢ નક્કર ચાંદીનો. બીજો ગઢ નક્કર સોનાનો હોય. ત્રીજો ગઢ સોનાનો, મણિરત્ન જડેલો હોય. એક એક વર્ણન વાંચો તો ખબર પડે. - - - - - - - - - - - - - - - - - - -