________________ જે દેશમાં પરમાત્માની પ્રતિષ્ઠા થાય છે તે દેશનો રાજા બળસૈન્યથી વધે છે, દરેક દિશાઓમાં યશ ફેલાય છે, વિપુલ પુણ્યમાં વધારો થાય છે. उवहणइ रोगमारिं, दुब्भिक्खं हणइ कुणइ सुहभावे / भावेण कीरमाणा, सुपइट्ठा जस्स देसम्मि / / 2 / / જે દેશમાં પ્રભુની પ્રતિષ્ઠા ભાવપૂર્વક કરવામાં આવે છે ત્યાં રોગ, મારિ વગેરે નાશ પામે છે, દુભિક્ષ દૂર થાય છે. દેશ-રાજ્યપ્રજા અને આત્મામાં શુભ ભાવો પેદા કરે છે. जिणबिंबपइटुं जे करिति तह कारविंति भत्तीए / अणुमन्नंति पइदिणं, सव्वे सुहभाइणो हुंति / / 3 / / જે જિનેશ્વરના બિબની પ્રતિષ્ઠા સ્વયં કરે છે, અન્ય પાસે કરાવે છે અને દરરોજ તેની અનુમોદના કરે છે. તેવા જીવો સુખના ભાજન બને છે. दव्वं तमेव मन्ने, जिणबिंबपइट्ठणाइकज्जेसु / जं लग्गइ तं सहलं, दुग्गइजणणं हवइ सेसं / / 4 / / “જિનબિંબની પ્રતિષ્ઠામાં જે ધન વપરાય છે તે જ ધન સફળ છે" તેવું હું માનું છું. બાકીનું ધન દુર્ગતિ પેદા કરનાર થાય છે. एवं नाउण सया, जिणवरबिंबस्स कुणह सुपइटुं / पावेह जेण जरमरण-वज्जियं सासयं ठाणं / / 5 / / આ પ્રમાણે જાણીને જિનેશ્વરના બિબની પ્રતિષ્ઠા હંમેશા કરવી જોઈએ. જેનાથી જીવો જન્મ-મરણથી રહિત એવા મોક્ષરૂપી શાશ્વતપદને પામે. - - 128 અંજનશલાકાનાં રહસ્યો