________________ તે વખતે એ રાજા સર્વાધિક બળ-પરાક્રમવાળા હતા. રાજાની પટ્ટરાણીરૂપે ગુણની સેના ન હોય તેવાં સેનાદેવી મહારાણી હતાં. મનુષ્યપણામાં ય દેવતાઈ ભોગ ભોગવતાં તેમના ઉદરમાં નવમા દેવલોકમાંથી વીને ફાગણ સુદ આઠમની રાત્રિએ વિમલવાહન રાજાનો જીવ અવતર્યો. નરકનિગોદના જીવોય ક્ષણ શાતા પામ્યા. માતા પણ ચૌદ મહાસ્વપ્નોને મુખમંડલમાં પ્રવેશતાં જોઈ જાગ્યાં. રાજા સમીપ ગયાં. રાજાએ એમને સ્વપ્નનું ફળ જણાવ્યું. ત્રણ લોકને માટે વંદનીય એવા પુત્રરત્નના આપણે જનેતા થશે તેમ કહેતાં સેનાદેવી પુલકિત બન્યાં. પ્રભુના અવનથી ઇન્દ્રાસન કંપિત થયાં. તે પણ ઉપયોગ મૂકી દોડી આવ્યા. માતાને સ્વપ્નફળ વર્ણન કરી સ્તવનાદિથી આનંદિત કરી તેઓ પાછા દેવલોકમાં ગયા. દેવીએ ગૂઢગર્ભરૂપે પ્રભુને અવધાર્યા. દેવીનાં અંગો વિકસિત થયાં. આનંદ પણ વિકસિત થયો. નવ માસ અને સાડા સાત દિવસ પરિપૂર્ણ થતાં માગસર સુદ ચૌદસની રાત્રિએ પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રસવે તેમ નીરોગી એવાં સેનાદેવીએ નીરોગી એવા પુત્રરત્નને જન્મ આપ્યો. દિશાઓ ખીલી ઉઠી.સૃષ્ટિ મુદિત બની. કુદરત અનુકૂળ બની. પુત્રરત્ન અશ્વના ચિહ્ન-લંછનથી શોભતું હતું. સુવર્ણ જેવો તેજસ્વી એ બાળનો વર્ણ હતો. સાતે સાત ગ્રહો એ વખતે ઉચ્ચ સ્થિતિને ભોગવતા હતા. લોકો આનંદમગ્ન હતા. આકાશમાં દુંદુભિ વાગવા લાગ્યો. સુગંધી જળ વરસ્યું. પ્રદક્ષિણાવર્ત મંદ મંદ વાયુ વહેવા લાગ્યો. પૃથ્વી સચેતન બની. શુચિકર્મ અને મેરુ મહોત્સવઃ એ જ વખતે દિશાકુમારીઓ પણ આસનકંપથી પ્રભુનો જન્મ જાણી દોડી આવી. કોઈ દિશામાંથી આઠ તો કોઈ દિશામાંથી ચાર. કુલ છપ્પન દેવીઓ મોટા પરિવાર સાથે આવી. પ્રભુનું વિશિષ્ટ સૂતિકર્મ કર્યું. દિવ્યનાચગાન કર્યા. પ્રભુને આશિષ આપી પોતાના હૈયાનો ભક્તિભાવ રજૂ કર્યો. - હવે શક્રેન્દ્રનાં આસનના કંપ સાથેસાથ અસંખ્ય ઇન્દ્રોનાં આસનો પણ કંપી ઊઠ્યાં. શક્રેન્દ્ર સાત આઠ પગલાં પ્રભુ તરફ ગમન કરી, પગમાંથી પાદુકા કાઢી શક્રસ્તવથી પ્રભુ વંદના કરી. સ્નાત્રોત્સવ કાજે ઉદ્ઘોષણા કરાવી. સમગ્ર દિવ્યલોકમાં આનંદમંગલ છવાઈ ગયો. સૌ દેવ-દેવી નિજ-નિજ પરિવાર, વાહનો આદિ સાથે સામૈયું સજી મેરુ તરફ ગયા. શક્રેન્દ્ર પણ પ્રભુ માતા પાસે જઈ વિધિવત્ પ્રભુને લઈ 118 અંજનશલાકાનાં રહસ્યો