________________ વાતાવરણ સર્જાયુ. કલ્પાંત કાળ જેવા અસહ્ય, ઉષ્ણ વાયરા વાવા લાગ્યા. ધાન્યનો સર્વત્ર અભાવ થવાથી લોકો વૃક્ષની છાલ, કંદ, મૂળ અને ફળને ખાવા લાગ્યા. લોકોને જાણે ભસ્મક રોગ લાગુ પડ્યો. ભિખારીઓ અને સંન્યાસીઓ વધી પડ્યા. સ્વજનોને ત્યજીને લોકો આમતેમ ભમવા લાગ્યા. દુકાળે એવો તો ભયંકર ભરડો લીધો કે સગીમાએ પસલી ચણા મેળવવા માટે સગા બાળકને વેચવાનાં અકાર્ય કર્યા. રાજમાર્ગો જાણે શ્મશાન હોય તેવા દેખાવા લાગ્યા. મુઠ્ઠી અનાજ મેળવવા લોકો કારમો કલહ કરવા લાગ્યા. આવા કલ્પાંત અકાળને જોઈ મહારાજા વિપુલવાહન પણ ચિંતિત થયા. એમને વિચાર આવ્યો કે રાજા તરીકે મારે મારી સમગ્ર પ્રજાને ઉગારવી જોઈએ. પણ આજે મારું એટલું પુણ્ય નથી કે હું બધાને ઉગારી શકું. સાધનો ખૂબ જ સીમિત છે. ભાવના બધાને જ ઉગારવાની છે છતાં કોઈ પણ રીતે ઉગારી શકાય તેમ નથી. તો શું કરું ? એમ વિચારતાં થયું કે પ્રભુની આજ્ઞાને શિરસાવંઘ કરતો ચતુર્વિધ શ્રીસંઘ પણ આ દુકાળમાં કારમી તકલીફમાં મૂકાયો છે. કમસેકમ એ સંઘને તો હું ઉગારી લઉં !' એમ વિચારીને રાજા વિપુલવાહને પોતાના રાજરસોઈયાને આજ્ઞા કરી. “આજથી હું ચતુર્વિધ શ્રીસંઘની ભક્તિ થયા બાદ જ જમીશ. તમારે મારા માટે રાંધેલા અન્નમાંથી સાધુ-સાધ્વીજી ભગવંતોની નિર્દોષ ભક્તિ કરવાની. અલગ રાંધેલા અનાજમાંથી મારા સાધર્મિક શ્રાવક-શ્રાવિકાની મનસંતુષ્ટ ભક્તિ કરવાની અને પછી જે વધશે તેમાંથી હું અમૃતભોજન કરીશ.' રસોઈયાએ પણ આજ્ઞાનો અમલ કર્યો. ઉત્તમ શાલી, મગ, જાતજાતના શાક, માંડા, મોદક, ખાજાં, ખાંડ, મીઠાઈ, મમરા, વડાં, કઢી, દહીં, મસાલેદાર દૂધ, શીખંડ જેવા રાજભોજનથી શ્રાવકોને તૃપ્ત કર્યા અને મહામુનિઓ અને ભગવતીજીઓને કલ્પનીય-પ્રાસુક આહારપાણી વહોરાવવા લાગ્યા. શ્રી તીર્થકર નામકર્મનું ઉપાર્જન અને નિકાસનઃ આ રીતે જ્યાં સુધી દુકાળ હતો ત્યાં સુધી રાજાએ નિરંતર ચતુર્વિધ શ્રીસંઘની ઉત્તમ ભક્તિ કરી તે દ્વારા તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. શ્રી સંઘની આહારાદિથી ભક્તિ એ વૈયાવચ્ચ નામનો અત્યંતર તપ છે. વૈયાવચ્ચ દ્વારા સંઘને સમાધિ પ્રાપ્ત થાય છે. શ્રીસંઘને સમાધિ આપવી એ મહાન પુણ્યબંધનું કાર્ય છે. વિપુલવાહન રાજાએ સંઘસ્વામિવાત્સલ્ય દ્વારા વૈયાવચ્ચ અને 116 અંજનશલાકાનાં રહસ્યો