________________ દેવગુરુની એમની સામે જ સ્તુતિ સ્તવના કરવી એ ભક્ત-શિષ્યનું નિત્ય કર્તવ્ય છે. જ્યારે સાચા દેવ અને ગુરુ એ સ્તવનાદિ સાંભળીને પણ નિર્લેપ જ રહે. ઇન્દ્રો, દેવ-દેવીઓ નંદીશ્વર દ્વીપમાં અષ્ટાત્મિક મહોત્સવ કરી પ્રભુને સંભારતાં સ્વસ્થાને ગયાં. બીજે દિવસે સુરેન્દ્રદત્ત રાજાને ગૃહે પ્રભુએ ખીરથી પારણું કર્યું. દિવ્ય-વૃષ્ટિ થઈ. સાધકોના તપનાં પારણાં દાતારના કલ્યાણના કાજે અને પોતાના સંયમદેહને ટકાવવા માટે, પ્રાણ-ધારણ કરવા માટે જ હોય છે. ભગવંતના પારણાના સ્થળે રાજાએ સુવર્ણપીઠ બનાવી. પ્રભુના ચરણની જેમ એ પીઠની પણ રોજ પૂજા કરીને પછી જ જમતો. પ્રભુને કેવલ્ય પ્રાપ્તિ અને દેશનાદાનઃ પ્રભુએ વિહાર કર્યો. ઉપસર્ગો અને પરીષહોને આત્મસ્થ કરતા પ્રભુએ ઘાતિકર્મોનું ઘોર નિકંદન કર્યું. ચૌદ વર્ષ સુધી પ્રભુ છમસ્થાવસ્થામાં રહ્યા. પ્રાય: મૌન રહી પ્રભુ સાધના કરતા. એ જ શ્રાવસ્તી નગરીના સહસાવનમાં શાલવૃક્ષની નીચે પ્રભુ કાયોત્સર્ગ કરી રહ્યા હતા. એ વખતે પ્રભુ શુક્લધ્યાન ધ્યાઈ રહ્યા હતા. એનો બીજો પાયો વર્તતો હતો. ઘાતિ કર્મોનો ક્ષય થતાં પ્રભુને આસો વદ પંચમીના દિવસે કૈવલ્યનું ભેટશું મળ્યું. એ દિને નિર્જળ છઠ્ઠનો તપ હતો. જીવસૃષ્ટિને સુખ-ઉદ્યોત મળ્યો. પ્રભુના જ્ઞાનની વાર્તા આસનકંપથી જાણીને ઇન્દ્રાદિ દેવો દોડી આવ્યા. આંખ ખોલીને બંધ કરીએ એટલા સમયમાં તો દેવી શક્તિથી દેવતાઓએ ભવ્યાતિભવ્ય સમવસરણ રચી દીધું. ઉપરના ગઢમાં બાર પર્ષદા બિરાજી, બીજા ગઢમાં પશુપક્ષીઓએ આસન જમાવ્યું. વાહનોની પાર્કિંગ સ્પેસરૂપે ત્રીજો નીચેનો ગઢ રીઝર્વ કરાયો હતો. પ્રભુ પૂર્વ દ્વારેથી અંદર પ્રવેશ્યા. સોને મઢ્યા અને રત્ન જડ્યા સિંહાસને બિરાજ્યા. શક્રેન્દ્ર પ્રભુની ગંભીર ધ્વનિથી સ્તવના કરી. પ્રભુને દેશના આપવા વિનવણી પણ કરી. પ્રભુએ દેશનાનું દાન કર્યું. પાંત્રીશ ગુણયુત વાણીથી સૌના સંદેહ ભાંગ્યા. સાકર અને દ્રાખને પણ વિસારી દે એવી એ મધુર ગિરા હતી. પ્રભુએ મુખ્યત્વે અનિત્યભાવનાનું સર્વાંગિણ નિરૂપણ કર્યું. તીર્થ સ્થાપના પ્રભુની સંવેગ-નિર્વેદજનની દેશના સાંભળી અનેક ભવ્યાત્માએ પ્રભુના જ વરદહસ્તે દીક્ષા ગ્રહણ કરી. ગણધર બનવાની યોગ્યતા ધરાવતા “ચારુ' વગેરે ---- -- -- - - - - પરિશિષ્ટ-૧ શ્રી સંભવનાથ ચરિત્ર 121