________________ મેરુ તરફ પ્રયાણ આદર્યું. મેરુગિરિ પર બ્રહ્માંડ ગાજી ઉઠે એવો ભવ્યાતિભવ્ય સ્નાત્ર મહોત્સવ થયો. આરતી, મંગલદીપ, અષ્ટમંગલાદિથી પ્રભુપૂજા કરી પૂર્વવત્ ઇન્દ્ર પ્રભુને સેના માવડીના પડખે પધરાવ્યા. પ્રભુને રમવા ગેડીદડો મૂક્યો. અંગૂઠે અમૃત સંચાર કર્યો. પ્રભુની રક્ષાર્થે ઉદ્ઘોષણા કરી ઇન્દ્ર સ્વસ્થાને ગયો. શ્રી સંભવનાથ પ્રભુની બાલ્ય-ન્યુવાવસ્થા: ધાવમાતાઓથી ઉછેર કરાતા પ્રભુ વધવા લાગ્યા. ચોરેને ચૌટે ઉત્સવ મંડાયા. પ્રભુના નામકરણનો પ્રસંગ ગાજી ઉઠ્યો. સ્વજનોની પર્ષદા જામી, ભવ્ય ભોજન અપાયું. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે “શંબા” નામનું એક ધાન્ય (એક પ્રકારની સિંગ) ખૂબ પાક્યું હતું તેથી નામ સંભવનાથ રાખવામાં આવ્યું. બાલ્યવય સુલભ ક્રીડા આદિથી પ્રભુ માતા-પિતા અને મિત્રોને કુતુહલ અને આનંદ પમાડતા હતા. યૌવન વયને પામતાં પ્રભુ ચારસો ધનુષ્ય જેવડી કાયને પામ્યા. પ્રભુના અંગોપાંગ બાલ્યકાળથી જ સ્વરૂપવાન અને સર્વતોભદ્ર હતાં, યૌવનકાલમાં એ પૂર્ણત: ખીલી ઉઠ્યાં. પ્રભુનો શ્વાસ કમળ જેવો સુરભિ હતો. દેહ નિર્મળ અને નીરોગી હતો. શરદના પૂર્ણ ચંદ્રની જેમ પ્રભુ શોભવા લાગ્યા. પ્રભુનો લગ્નોત્સવઃ પ્રભુના રૂપ લાવણ્ય અને પરાક્રમની કીર્તિ ચોમેર પ્રસરવા લાગી. મોહવશ માતા-પિતાએ પણ પ્રભુને પરણવાનો આગ્રહ કર્યો. પ્રભુએ જ્ઞાનોપયોગથી પોતાનું ભોગકર્મ જાણ્યું. મૌન રહી લગ્ન માટે કબુલાત આપી. જિતારિરાજા અને ઇન્દ્ર પ્રત્યક્ષ આવીને પ્રભુનો વિવાહોત્સવ કર્યો. હજારો ઉત્તમ કુલીન-રાણીઓ સાથે પ્રભુએ વિવિધ વિષયસુખો ભોગવતાં ભોગવતાં ભોગ કર્મને ક્ષીણ કર્યું. પંદર લાખ પૂર્વ જેટલો કાળ પ્રભુએ આ રીતે કુમારાવસ્થામાં પસાર કર્યો. પ્રભુનો રાજ્યાભિષેક: હવે પ્રભુના પિતા જિતારિ રાજાને વૈરાગ્ય થયો. એમણે પ્રભુને નિજ રાજ્યાસને અભિષિક્ત કરી સંયમ લીધું. પ્રભુએ રાજગાદી પર બિરાજી પૃથ્વીનું રક્ષણ કર્યું. પ્રભુના પ્રભાવથી દરેક પ્રકારની આપત્તિઓ શાંત થઈ. પ્રજા પૂર્ણ આયુષ્યને ભોગવવાવાળી થઈ. યુદ્ધકર્મ તો શબ્દ કોશમાં જ રહી ગયું. સર્વત્ર સુખ-શાંતિનું સામ્રાજ્ય પ્રવત્યું. પ્રભુએ રાજ્ય કરતાં કરતાં, ભોગકર્મને ખપાવતાં ખપાવતાં ચુંમાલીસ લાખ પૂર્વ અને ચાર પૂર્વાગ જેટલો કાળ વીતાવ્યો. પરિશિષ્ટ-૧ શ્રી સંભવનાથ ચરિત્ર 119