________________ સમાધિ પ્રદાન કરાવી તીર્થકર નામકર્મ ઉપાર્જી લીધું. ત્યારબાદ શુભ ભાવનાદિ દ્વારા તેમણે એ શુભતમ કર્મનું પોષણ કર્યું. વૈરાગ્ય અને દીક્ષા એક દિ' રાજા મહેલની અગાસી પર બેઠા હતા. આકાશ મેઘથી વ્યાપેલું હતું. વિજળીઓ ચમકવા લાગી. અચાનક પ્રચંડ પવન ફૂંકાયો અને તેણે સુંદર શોભા ધારણ કરેલા એ મેઘને છિન્ન વિચ્છિન્ન કરી દીધું. ઘડી પૂર્વ જ્યાં ગંધર્વનગર જેવી શોભા હતી ત્યાં ઘડી બાદ વેરાણ રણ જેવું દૃશ્ય સર્જાતાં બુદ્ધિમાન રાજાને સંસારની અનિત્યતાનું દર્શન થયું. એમને થયું કે “આ દુનિયાના પ્રાણીઓ સતત દુ:ખને વેક્યા જ કરે છે છતાં તેમને વૈરાગ્ય થતો નથી. કેવી કર્મની ગતિ છે ? કૂતરું રોટલાનો ટુકડો ખાવા ધાય અને કોઈ ડાંગ ફટકારે તો રડતું રડતું દૂર ભાગે છે. ફરી એ જ મારનાર વ્યક્તિ ટુકડો હાથમાં લઈ કૂ-કૂ કરી બોલાવે તો પાછું પૂંછડું પટપટાવતું ત્યાં દોડી જાય છે તેથી જગતના બધા જ જીવોની અવદશા છે. પણ મારે મારો ક્રમાંક એવા હતભાગી જીવોમાં લગાડવો નથી. આ દેહથી મારે હવે મોક્ષની જ સાધના કરી લેવી છે. આ રાજ્યનો ભાર ખમવા મારો પુત્ર વિમલકીર્તિ પૂરી રીતે સક્ષમ છે. તેને રાજ્ય પર અભિષિક્ત કરી હું મુક્તિની સાધના માટે નિકળી પડીશ.' - વિપુલવાહન રાજાએ એમ વિચારી પુત્ર વિમલકીર્તિને બોલાવ્યો. યુક્તિ પૂર્વક તેને સમજાવી પોતાના હાથે જ અભિષેક-વિધિ કરી પુત્રને રાજ્યપર સ્થાપિત કર્યો. ત્યારબાદ તરત જ રાજાએ ઇચ્છા મુજબ સર્વ યાચકાદિને દાન આપી સંતુષ્ટ કર્યા પછી ઉત્તમ શિબિકામાં બિરાજી શ્રીસ્વયંપ્રભસૂરીશ્વરજી નામના આચાર્યદેવ પાસે એ આવ્યા. સર્વ પાપયોગોનો ત્યાગ કરી, સર્વ સામાયિક વ્રત ધાર્યું. સુંદર રીતે દીક્ષાનું પ્રતિપાલન કરતાં કરતાં પૂર્વે ઉપાર્જેલ તીર્થકર નામકર્મને ખૂબ પરિપુષ્ટ કર્યું. ઉપસર્ગો અને પરીષહની સેનાને જીતી. આયુષ્ય પૂર્ણ કરી અનશન દ્વારા મૃત્યુ સાધી એમણે નવમા આનત દેવલોકમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ત્યાં ઉત્તમ વૈરાગ્ય, પૂર્વે ભણેલા શ્રતનો સ્વાધ્યાય, તીર્થકરોનાં કલ્યાણકોની ઉજવણી, શાશ્વત તીર્થોની યાત્રા આદિ ધર્મકૃત્યોથી એમણે દીર્ઘ આયુકાળને નિમેષમાત્રમાં પૂર્ણ કર્યો. પ્રભુનો અંતિમ ભવઃ જંબુદ્વીપમાં આવેલ ભરત ક્ષેત્રના દક્ષિણાર્ધભાગમાં ધન ધાન્યાદિથી પૂર્ણ શ્રાવસ્તી નગરી હતી. એમાં નામાનુસારી પરાક્રમવાળા જિતારિ રાજા રાજ્ય કરતા હતા. પરિશિષ્ટ-૧ શ્રી સંભવનાથ ચરિત્ર 117