________________ શ્રી જિનેશ્વર દેવોના સાક્ષાત્ કલ્યાણક ઉજવવા તો તમે આજે સમર્થ નથી, પણ સ્થાપના નિક્ષેપે રહેલા જિનેશ્વરોના કલ્યાણકની ઉજવણી પણ કરો તો ભાવનિક્ષેપે રહેલા જિનેશ્વરોના કલ્યાણકોની ઉજવણી કરીને જે કર્મનિર્જરા સાધી શકાય છે કે તેથી પણ વધુ કર્મનિર્જરા ભાવવિશેષના કારણે અહીં પણ સાધી શકાય. મેરુ પર્વત ઉપર અભિષેક કરીને ઈન્દ્ર જે કર્મનિર્જરા સાધી શકે છે કે તેથી પણ વધુ કર્મનિર્જરા આ અહીં સ્થાપના મેરુ ઉપર પરમાત્માનો અભિષેક કરવા દ્વારા ભાવવિશેષના કારણે સાધી શકાય. માટે જ જિનેશ્વર દેવોનાં પાંચે કલ્યાણકને વણી લઈ પંચકલ્યાણકની પૂજાઓ પૂર્વાચાર્ય મહર્ષિઓએ બનાવી છે. એમાં ય પૂ. પં. શ્રી વીરવિજયજી મહારાજે શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં જે ભાવો ભર્યા છે, તે પૂજા ભણાવતાં તે શબ્દોના માધ્યમથી તે ભાવો સાથે જોડાણ કરાય તો ચોક્કસ જિનેશ્વરોના જીવન સાથે તાદાભ્યનો સંબંધ બાંધી શકાય. એના બદલે આજના ઘણા ખરા ગીતકારોના ગીતોમાં તો જોડકણાં જ હોય છે. આમ છતાં કોઈના ગીતમાં શબ્દો સારામાં સારા કદાચ હોય, પ્રાસ-અનુપ્રાસની ચમત્કૃતિ પણ દેખાતી હોય છતાં ભાવોનો જે ઝરો ફૂટવો જોઈએ તે નથી ફૂટતો. કારણ કે મહાપુરુષોની રચનાઓમાં એમની સાધનાનો ધબકતો પ્રાણ હોય છે, જે આજના ગીતોમાં પ્રાયઃ જોવા મળતો નથી. માટે એ પંક્તિઓ જૂની હોવા છતાં, એકની એક હોવા છતાં, અનેકવાર સાંભળવા છતાં ફરી ફરી વાગોળવાનું મન થાય છે. પરમાત્માના જીવનનો વૈભવ તમે અહીં ક્યાંથી લાવી શકો ? એનો ભાવ પણ ક્યાંથી લાવી શકો? ઈન્દ્ર જેવા ઈન્દ્ર, જે નિર્મળ સમકિતી હોય છે, એ જે ઈન્દ્રસભા ધરાવે એવી ઈન્દ્રસભા તમે ક્યાંથી ઊભી કરી શકો ? એ સામર્થ્ય - એ પુણ્ય ક્યાંથી લાવવું ? શક્તિ નથી, સર્વત્ર વામણા પણ દેખાઈ આવે એવું છે, છતાં જ્ઞાનીઓએ તમારા માટે પણ તમારા જોગો માર્ગ બતાવ્યો છે. આ બધી ઉજવણી કરીને તમારે આત્મિક તૃપ્તિ મેળવવાની છે. આમાં ઈન્દ્રાદિનું અનુસરણ છે, અનુકરણ નથી. બાળક હાથ પહોળા કરી દરિયો માપવાની ચેષ્ટા કરે તેવી આ ચેષ્ટા છે. એની શક્તિ એટલી જ. માટે તમારે પણ તમારી શક્તિ મુજબ કરવાનું છે. કારણ જ્ઞાનીએ કહ્યું છે કે પોતાની શક્તિને ગોપવ્યા વિના યથાશક્તિ જે કરે તેને પૂરો લાભ મળે. એમ બને કે પૂજા માટે તમે એક જ ફૂલ લાવી શકો પણ એમાં તમે તમારી શક્તિ પૂરી વાપરી હોય તો તેને પૂરું ફળ મળે. એ પ્રભુ આગળ પ્રાર્થના કરવાનો અધિકારી. એ પુષ્પપૂજા કરતાં જરૂર કહી શકે કે, “હે પ્રભો! દેવો તો આપની ભક્તિ માટે નંદનવનનાં-શ્રદ્ધા પુષ્પો લાવી વાપરી શકે પણ મારી એવી 2) અંજનશલાકાનાં રહસ્યો