________________ દેવો બાકીની ત્રણ દિશાઓમાં પરમાત્માનાં પ્રતિબિંબ બનાવે. છતાં જોનાર દરેકને પોતાની સામે સાક્ષાત્ પરમાત્મા જ હોય એવું લાગે. દરેક પરમાત્મા ઉપર અને અશોકવૃક્ષ ઉપર ત્રણ ત્રણ છત્રો એમ કુલ પંદર છત્રો ગોઠવાય. પાછળ ભામંડળ હોય, આજુબાજુ ચામરો વણવીંઝયા વીંઝાતા હોય, પ્રભુ સિંહાસન પર બિરાજે, ધર્મદેશના આપે તે પ્રવચન મુદ્રામાં એમાં એક પગ પાદપીઠ ઉપર સ્થાપેલો હોય. દિવ્યધ્વનિ દ્વારા દેવો પ્રભુની દેશનામાં સૂર પુરવતા હોય. પ્રભુની વાણી પાંત્રીસ પાંત્રીસ ગુણોથી વિશિષ્ટ હોય. પાંચે વર્ણના સુગંધિત પુષ્પોની વૃષ્ટિ દેવો કરે. એ પણ ઢીંચણ પ્રમાણ. સકલ સંઘ એના ઉપરથી જાય છતાં એને કલામણા ન થાય ઉપરથી આનંદ થાય. દેવતાઓ સુગંધી જળની વૃષ્ટિ કરે. આકાશમાં રહી દેવદુંદુભિ દિવ્યનાદ ગજવે. “હે ભવ્યાત્માઓ સાંભળો ! આવો, પધારો, મુક્તિપુરીના સાર્થવાહ પધાર્યા છે. તેમની ધર્મદેશના સાંભળવા પધારો !' આ ભાવને જણાવતી કલ્યાણ મંદિર સ્તોત્રની ગાથા આ મુજબ છે. भो भोः प्रमादमवधूय भजध्वमेन - मागत्य निवृतिपुरी प्रति सार्थवाहः / एतनिवेदयति देव ! जगत्त्रयाय, मन्ये नदनभिनभःसुरदुन्दुभिस्ते / / આવા પરમાત્માના વિવિધ પર્યાયોને આંખ સામે લાવીને પરમાત્માનું ધ્યાન ધરવાનું છે, એ ધ્યાન સુલભ બને માટે જ પ્રતિમાને પરિકર બનાવવામાં આવે છે. પહેલાં બતાવ્યું તેમ સિદ્ધાવસ્થાનું ધ્યાન પણ એમાં જરૂર થઈ શકે. આની સાથોસાથ પ્રભુની પ્રતિમાનાં ખૂલેલા તેજસ્વી નેત્રોને જોઈ પરમાત્માના જ્ઞાનાતિશયનું ચિંતન કરી શકાય. પરમાત્માના હોઠ અને કંઠના દર્શન કરીને પ્રભુના વચનાતિશયનું ચિંતન કરી શકાય. પરમાત્માની ગાદીમાં સ્થાપન કરવામાં આવેલ શાસન યક્ષ-યક્ષિણી-પ્રાસાદ દેવી-નવ ગ્રહો તેમજ પરિકરમાં રહેલા માલાધારી-ચામરધારી વગેરે દેવોના દર્શને પ્રભુના વિશિષ્ટ પૂજાતિશયનું ચિંતન કરી શકાય. પ્રભુના બિંબમાંથી પ્રસરતું લાવણ્ય-તેજ-આભા જોઈ પ્રભુના અપાયાપગમાતિશયનું ચિંતન કરી શકાય એ રીતે પરમાત્માના બારે બાર ગુણોનું ધ્યાન ધરી શકાય. પરમાત્માનું બિંબ અને એમનું પરિકર પણ આત્મોત્થાન માટે કેટલું ઉપયોગી છે, તેનો આના ઉપરથી આછેરો ખ્યાલ આવ્યો હશે. ઘણી જગ્યાએ પરિકરમાં બે -- - - -- -- 78 અંજનશલાકાનાં રહસ્યો