________________ પણ જોયા છે, પિતારૂપે આરાધ્યા છે. પિયરૂપે વિનવ્યા છે, સખારૂપે સંબંધ બાંધ્યો છે. તેમ પ્રભુ સ્વામી અને પોતે - સેવક એ સ્વરૂપમાં પણ અનુભવ્યા છે. પ્રભુને એમણે સાવ બાળસ્વરૂપે જોયા છે અને એ સ્વરૂપે મળેલા પ્રભુને હુલરાવ્યા છે. આ બધુ કરતાં અદકેરી ધન્યતા અનુભવી છે, ખુમારી અનુભવી છે. “હમ મગન ભલે... પ્રભુ ધ્યાન મેં.” આ સ્તવનની એક એક પંક્તિમાં એમની ભક્તિનો અને આધ્યાત્મિક અનુભૂતિની ખુમારીનો રણકાર આપણને જોવા મળે છે. એ કહે છે કે, પ્રભુ મળ્યા ને મારી તન-મનની બધી જ દુવિધા-મુંઝવણ મટી ગઈ છે. હું એને ભૂલી જ ગયો છું. પ્રભુને ઓળખીએ, જાતને એમની સાથે જોડીએ પછી જોડાણના માધ્યમ તરીકે નિયત એવી પ્રભુની પ્રતિમાની, દ્રવ્યપૂજા અને ભાવપૂજા દ્વારા એ જોડાણને મજબૂત કરીએ. પ્રભુ સાથે પ્રીત જાગે તો આ જોડાણ થાય. જગત સાથેની પ્રીત તૂટે તો જ પ્રભુ સાથે પ્રીત બંધાય. પ્રભુને ઓળખી પહેલાં પ્રભુને જાત સમર્પિત કરીએ અને પછી પ્રભુની ભક્તિ કરીએ. જગતમાં જ્યાં ત્યાં રખડતા માણસને “હું પ્રભુ સાથે પ્રીત કરું છું' એવું બોલવાનો અધિકાર નથી. જે એકને જ સમર્પિત હોય તે જ આ પ્રીત કરી શકે. જેનું સમર્પણ અનેક સ્થાને હોય એ ક્યારેય આ પ્રીત ન કરી શકે. શ્રીઆનંદઘનજી મહારાજના શબ્દોમાં કહીએ તો, - “28ષભ જિનેશ્વર પ્રીતમ મારો, અવર જ ચાહું રે કંથ...' આમાંની પહેલી લાઈન - ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો તો સતી પણ બોલે અને અસતી પણ બોલે એમ બને. પણ બીજી લાઈન - અવર ન ચાહું રે કંથ” તો ફક્ત સતી જ બોલી શકે. પ્રભુ સાથે જેને પ્રીત બાંધવી હોય તેને અન્ય દેવ-દેવી સાથે પ્રીત ન જોઈએ, એને પરપદાર્થ સાથે, જુગલની સાથે પ્રીત ન જોઈએ. શ્રીઆનંદઘનજી મહારાજ, શ્રી દેવચંદ્રજી મહારાજ, મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ, શ્રી માનવિજયજી મહારાજનાં સ્તવનો વાંચો તો આ પ્રીતિરસ ઠાંસી ઠાંસીને ભરેલો જોવા-જાણવા ને માણવા મળશે. એમાં એક શ્રી મોહનવિજયજી મહારાજ કે જે “લટકાળા મહારાજ તરીકે પ્રખ્યાત છે, એમનાં સ્તવનો પણ ખૂબ પ્રભુ પ્રીતસભર છે. આ બધાનાં સ્તવનો વાંચો તો સ્તવનોના માધ્યમથી પ્રભુ સાથે જોડાણ કેમ કરાય તેનો સાવ સરળ માર્ગ સાધકને મળી શકે. આવું જોડાણ અમે અમારા પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવના માધ્યમથી જોઈ શક્યા છીએ. એમને એક દિવસ વિચાર આવ્યો કે, આ બધા સુશ્રાવકો રોજ નીત નવાં દ્રવ્યોથી પ્રભુની ભક્તિ કરે છે, તો આપણે કેમ 106 અંજનશલાકાનાં રહસ્યો