________________ સ્તવનમાં તમે ઘણીવાર બોલો છો. ‘ઝગમગતા તારલાનું દેરાસર હોજો...” પણ એમાં તમને શું લાગેવળગે ? આભલાના તારલાનું દેરાસર બને. તેમાં તમારું શું વપરાયું ? ક્યારેય એવી ભાવના થાય છે કે, મારા પ્રભુનું આવું દેરાસર બંધાવું. આખું હીરલે મઢાવું. એવા અલંકારો બનાવી દઉં અને આટલું કર્યા પછી પણ મનમાં સતત અજંપો રહે કે, “મેં કાંઈ જ કર્યું નથી; મારા અરમાનો અધૂરાં રહ્યાં.” મનમાં થાય છે કે, મારા પ્રભુથી મારે લેશ પણ અળગા નથી થવું. પ્રભુનો વિરહ એક ક્ષણ માટે પણ સહન નથી થતો. માટે જ મારે મુક્તિ જોઈએ. કેમ કે મુક્તિ મળ્યા બાદ પ્રભુથી ક્યારેય અળગા થવાનું નહિ રહે. ધ્યાતા-ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ક્ષીર-નીર રે તુમશું મળશું, વાચક ‘ય’ કહે હેજે હળશું.” મુક્તિમાં જવું છે, પણ ત્યાં કોઈ મહેલાત નથી. પણ એક પ્રેયસી પોતાનાં પ્રીતમને કહે છે, “તું મને જંગલમાં લઈ જા, મારી-તારી વચ્ચે કોઈ ન જોઈએ.” બસ ! એ જ રીતે ભગવાનને પણ કહેવું છે. મારી-તારી વચ્ચે કોઈ ન જોઈએ. પ્રભુ ! જે આકાશ-પ્રદેશમાં તારા આત્મપ્રદેશો છે, તે જ આકાશ પ્રદેશમાં સદા માટે મારા આત્મપ્રદેશો રહે અને જે આકાશ પ્રદેશમાં સદા માટે મારા આત્મપ્રદેશો રહે, તે જ આકાશ પ્રદેશમાં તારા આત્મપ્રદેશો હોય. એથી વધારે મારે કાંઈ ન જોઈએ. રીઝયો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત.” એ જ સ્થિતિ હંમેશ માટે મારે જોઈએ છે. જ્યાં સુધી સંસારમાં બેઠો છું, ત્યાં સુધી કોઈને તો જાળવવાના જ રહે છે. વ્યવહારથી હું કોઈનો છું. મારી શક્તિ બીજે વાપરવી પડે છે. માટે પ્રભુ હવે મને સંસાર જ ન જોઈએ. કોઈ પરાધીનતા-ગુલામી ન જોઈએ. મારે મારા પ્રભુને જ માત્ર રીઝવવા છે. મારી બધી શક્તિઓ પ્રભુને જ સમર્પિત કરવી છે. માટે સર્વસંગનો ત્યાગ કરી પછી પ્રત્યેક યોગ પ્રભુની આજ્ઞા પ્રમાણે સમર્પિત કરવા છે. મારા તનનું સમર્પણ-પ્રભુની આજ્ઞાને, મારા મનનું સમર્પણ-પ્રભુની આજ્ઞાને અને મારા વચનનું સમર્પણ પણ પ્રભુની આજ્ઞાને જ. જ્યારે પણ પોદ્ગલિક પદાર્થો કે દુન્યવી વ્યક્તિઓ પ્રત્યેનો મમત્વભાવ પ્રગટે ત્યારે પ્રભુ પ્રત્યેના સમર્પણમાં ખામી આવે છે. દેહનો રાગ પ્રગટે, ત્યારે સમર્પણની ખામી આવે છે. જેટલા અંશે કષાયો સાથે જોડાણ થાય, તેટલા અંશે પ્રભુ પ્રત્યેના સમર્પણમાં ખામી આવે. જેટલા અંશે વિષયોમાં બાય, તેટલા અંશે પ્રભુ પ્રત્યેના સમર્પણમાં ખામી આવે. માટે મારે બધાથી બચવું છે અને 11). અંજનશલાકાનાં રહસ્યો