________________ મલમલ ન મળે, એ સાધુને તાકાના તાકા કાપડ વહોરાવી દેતો હોય, દેરાસરમાં મૂકવા એક કેળું પણ જેને ન મળે, એ સાધુને કેળાની લુમ વહોરાવતો હોય તો તેનાથી સાવધ રહેજો. જેને ભગવાનની ભક્તિની પડી નથી, એ સાધુની ભક્તિ શા માટે કરે છે ? એ મોટો પ્રશ્ન છે, એમ તેઓશ્રી અમને કહેતા. તમારો નંબર તો એમાં નહીં ને ? ત્રણ જગતના નાથની પૂજા તાત્વિક રીતે ચરમાવર્તકાળમાં જ થઈ શકે. ચરમાવર્તકાળમાં પણ અપુનબંધક અવસ્થા પ્રગટ્યા પછી જ થઈ શકે, એ અવસ્થા પ્રગટ્યા પછી પણ ગ્રંથિભેદ કરી સમ્યગ્દર્શન પ્રગટે ત્યારે જ થઈ શકે અને એમાંય આજ્ઞાપાલનરૂપ પ્રતિપત્તિપૂજા તો વિરતિનાં પરિણામ પ્રગટ્યા પછી જ થઈ શકે. આ બધી ભૂમિકા પૈકીની કોઈપણ ભૂમિકા પ્રગટ્યા વિના થતી પૂજામાં શું માલ હોય ? તમે ને તમે જ બોલો છો - “મુક્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પ્રભુ કો ક્ષ, હે જગતબંધુ ચિત્તમાં ઘાર્યા નહિ ભક્તિયો; જનમ્યો. પ્રભુ તે કારણે દુ:ખપાત્ર આ સંસામાં, હા ! ભક્તિ તે ફળતી નથી જે ભાવશૂન્ટાચારમાં.” ભૂતકાળમાં પ્રભુ તું મને સદેહે મળ્યો. હું તારા સમવસરણમાં બેઠો અને મેં તને સાંભળ્યા અને નિરખ્યા પણ ખરા. તારી પૂજા પણ કરી, પણ સોદાપૂર્વક, હૃદયમાં ધારણ કર્યા પણ ભક્તિથી નહીં, “ધન-દોલતના દાતાર, પેઢી સારી રીતે ચલાવનાર, કોર્ટમાં જીતાડનાર, ઘરે ઘોડીયું બંધાવનાર' તરીકે તને ધારણ કર્યા. લીલું નાળીયેર મૂકી ભગવાન તને ખરીદવાના ધંધા કર્યા, છોકરાને પણ તે જ શીખવાડ્યું. બાર મહિનામાં કાંઈ ભણ્યો નથી, તો હવે ભગવાન પાસે નાળીયેર લઈને જા ને કહેજે, મને પાસ કરજો. આ બાળકને પણ શીખવ્યું. પ્રભુ પાસે લેવા ગયા, આપવા ન ગયા. પ્રભુને પોતાના બનાવવા ગયા, પણ પોતે પ્રભુના બનવા ક્યારે ય ન ગયા. એટલે જ ગાયું, “જનમ્યો પ્રભુ તે કારણે દુ:ખમાત્ર આ સંસારમાં ત્રણ લોકના નાથ, તારક એવા મહાન શાસનની સ્થાપના કરનાર આપ મળ્યા છતાં રખડ્યો કેમ ? એટલા જ માટે કે પ્રભુને ભક્તિભાવે ક્યારેય હૃદયમાં સ્થાપ્યા નહિ અને એના જ અનુસંધાનમાં આગળ ગાયું કે, “હા ! ભક્તિ તે ફળતી નથી, જે ભાવશૂન્યાચારમાં.” ભક્તિની ક્રિયા કરી, આચારો પાળ્યા પણ ભાવશૂન્ય બનીને, લેશ પણ ભાવ નહીં. કોઈ જાતનો ભાવ નહીં, સંવેદના નહીં, લાગણી નહીં, લગાવ નહીં. રઘવાટ ને રઘવાટમાં દેરાસર ગયા ને રઘવાટ - - 112 અંજનશલાકાનાં રહસ્યો