________________ મારે મારા પ્રભુમાં તન્મય થવું છે. આ ભાવ જોઈને જેના હૃદયમાં આ ભાવના રોમરોમ પરિણામ પામે તેને પ્રભુપૂજાનો ભાવ સ્વયં પ્રગટે અને પ્રભુપૂજા માટે નીતનવાં ઉત્તમ કોટિનાં દ્રવ્યો ધરવાનું મન પણ તેને રોજ થાય. પ્રભુના ચરણે તમે તમારા સર્વસ્વનું સમર્પણ કરો, તેમાં કાંઈ તમે પ્રભુ ઉપર ઉપકાર કરતા નથી. પ્રભુપૂજા કરીને મેં પ્રભુ ઉપર ઉપકાર કર્યો, મેં પ્રભુને જાળવ્યા એવું તો તેને લાગે કે જેણે પ્રભુને પ્રભુ તરીકે ઓળખ્યા જ નથી. જેને પ્રભુ - પ્રભુ તરીકે ઓળખાયા હોય અને પ્રભુના ચરણોમાં જ પોતાની જાત સુરક્ષિત છે', એવું લાગ્યું હોય તેનો પ્રભુભક્તિનો આનંદ પરમાનંદનું કારણ બને છે, એ પરમાનંદ મેળવવાની જેને ઈચ્છા હોય તેણે પ્રભુભક્તિ સ્વદ્રવ્યથી કરવાની છે. એવી ભાવના-કામના-ઈચ્છા ન હોય તેવા લોકોએ પ્રભુ ઉપર ભાર ચડાવવાની જરૂર નથી. દેરાસરના પગથિયા ઘસવાની ય જરૂર નથી. જે ઘરમાં પ્રભુ ન હોય તે ઘર ઘર કહેવાય ? માવતર વગરનું ઘર કેવું? આજે તો જોકે એ પણ તમને કદાચ નહીં સમજાય. આજથી 100 વર્ષ પહેલાં આ વાક્ય બોલાયું હોય તે એ તરત સમજાય તેવી ત્યારે સ્થિતિ હતી. આજે પરિસ્થિતિ અલગ છે. આજે તો કહે કે, “માવતર ઘરમાં નથી, એટલે તો આ આનંદ છે. એ આવે એટલે કચ-કચ ચાલુ થઈ જાય.” ઘરમાં પ્રભુ રાખીએ અને મહારાજ સાહેબો ઘરે આવે. પાછું પૂછે, “તમે રાત્રિભોજન કરો છો ?' ટેન્શન થઈ જાય. એના કરતાં મહારાજ સાહેબો ઉપાશ્રયમાં રહે, દેવ દેરાસરમાં રહે, પ્રભુની આજ્ઞા શાસ્ત્રમાં રહે અને શાસ્ત્ર જ્ઞાનભંડારમાં રહે, એવી તમારી ભાવના થઈ ગઈ છે - બરોબર ને ? પ્રભુની શરણાગતિ વગર સાધના જીવનમાં એક ડગલું પણ માંડી શકાતું નથી. તમને સમજાય છે કે પ્રભુ આપણા જીવનનું અનિવાર્ય અંગ જ નહીં, પણ સર્વસ્વ છે ? પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવનું એક પુસ્તક છે - “જિનભક્તિનો મહોત્સવ.” “અરિહંતે સરણે પવન્જામિ' નામે પણ પ્રકાશિત થયેલું છે. તેમાં પરમાત્માનું સ્વરૂપ - પરમાત્મભક્તિના પ્રકારોનું સુંદર વર્ણન છે. વાંચો તો ખ્યાલ આવે. ઘણાને સવાલ ઉઠે કે, પ્રભુની સાથે જોડાણ કેમ કરવું ? જ્ઞાનીઓ જવાબ આપે છે - અધ્યાત્મની ઉપાસનાથી ! અધ્યાત્મનો મતલબ છે, પરમાત્માની અભિમુખ થવું, સન્મુખ જવું, પ્રભુની શરણાગતિ સ્વીકારવી, સમર્પિત થઈ જવું. પ્રભુની શરણાગતિ ન હોય, અનુગ્રહ ન હોય, અનુગ્રહ આપણા દ્વારા ઝીલાયો ના હોય તો સાધનામાં આગળ કમ વધાય ? પરમગુરદેવ અમને કહેતા, ‘ભગવાનના અભિષેક માટે જેને દૂધ ન મળે, એ સાધુની તપણી દૂધથી ભરતો હોય, ભગવાનનાં અંગલુછણાં માટે જેને - - - - - - - ----- - - - પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 111