________________ આવું કાંઈ જ મન ન થાય તો પ્રભુ પ્રત્યેનો સમર્પણભાવ કેવો ? આજ સુધીમાં આપણે અનંતાનંત મા-બાપ કર્યા. આ અનંત મા-બાપે આપણા જે સુખની ચિંતા નથી કરી, એ ચિંતા આ “મા” એ, આ પિતાએ કરી છે. આજે જીવનમાં ઉજળા છો, જીવનમાં જે કાંઈ સારપ છે, સુખ છે તે જાણતાં કે અજાણતાં પ્રભુની આજ્ઞા પાળી તેનો પ્રભાવ છે. એ પરમાત્માએ મારા-તમારા માટે શું કર્યું, તે તો વિચાર કરો ! પ્રભુએ જે કાંઈ સહન કર્યું તે આ બધું કોના માટે સહન કર્યું ? એ સહ્યા વિના વીતરાગતા મેળવી શક્ય ન હતી, એ સહ્યા વિના સર્વજ્ઞતા મેળવી શક્ય ન હતી, એ મળ્યા વિના શાસન સ્થપાવું શક્ય ન હતું, એ સ્થપાયા વિના મારો-તમારો ઉદ્ધાર થવો શક્ય ન હતો. પરમાત્માએ સહન કર્યું, મનુષ્યો, તિર્યંચો અને સંગમ જેવા દેવોના અગણિત ઉપસર્ગો સહન કર્યા છે ? એના પ્રતાપે આપણને શાસન મળ્યું. આવા પ્રભુ પ્રત્યે આપણો શું ભાવ ? રૂપિયો હાથમાં આવે કે તરત ક્યાં ખર્ચવાનું મન ? કપડાં ખરીદવા જાઓ ત્યારે પહેલું કોણ યાદ આવે ? ભગવાનના અંગલુછણાં યાદ આવે ? ઘીના ડબ્બા ખરીદો ત્યારે પહેલાં શું યાદ આવે ? ભગવાનના દીપક માટેનું ઘી યાદ આવે ? ઘર માટે ફર્નિચર વસાવો તો પહેલાં શું યાદ આવે ? મારા પ્રભુના મંદિર માટે સિંહાસન-ભંડાર પાટ-પાટલા કરાવું, એમ થાય ? દાગીના કરાવો તો પહેલાં શું યાદ આવે ? મારા ભગવાનને એક દાગીનો કરાવું, એમ થાય ? અનાજ-ફળ-નૈવેદ્ય બનાવો કે લાવો ત્યારે પહેલું કોણ યાદ આવે ? મારા પ્રભુની પૂજા માટે ખરીદું-બનાવું, એમ થાય ? એમ એક એક પ્રસંગે પરમાત્મા યાદ આવે ? તમારા ઘરમાં બેડરૂમ હોય, ડાઈનીંગ રૂમ હોય, કિચન હોય, બાળકો માટે સ્ટડીરૂમ હોય, મહેમાનો માટે બેસ્ટરૂમ હોય, નોકર માટે સર્વન્ટ રૂમ હોય, ગાડી માટે ગેરેજ હોય. પણ ત્રણ લોકના નાથ માટે જ કોઈ જગ્યા નહીં ? તમારી સંપત્તિમાં પરમાત્માનો હિસ્સો કેટલો ? તમારી આવકનો કેટલો ભાગ પરમાત્માની ભક્તિમાં ? તમારા જીવનમાં પરમાત્માનું સ્થાન ક્યાં ? શું ભક્તિ કરી તમે પ્રભુની ? તમારે ત્રિકાળ પૂજાનો નિયમ ખરો ? દ્રવ્યપૂજા ઉત્તમ દ્રવ્યથી કરો છો ? ઉત્તમ સ્તવનો-સ્તુતિઓ કરો છો ? પરમાત્માની પૂજાનાં કેટલા પ્રકાર જાણો છો ? 1 - અંગપૂજા, 2 - અગ્રપૂજા, 3 - ભાવપૂજા અને 4 - પ્રતિપત્તિપૂજા. પ્રભુના અંગને સ્પર્શીને જે પૂજા થાય તે અંગપૂજા. પ્રભુની આગળ રહી જે પૂજા થાય તે અગ્રપૂજા. ભાવની પ્રધાનતાવાળી, સ્તુતિ, સ્તવન, નૃત્ય-વાજિંત્ર, ચૈત્યવંદન આદિ ભાવપૂજા અને પ્રભુની આજ્ઞાનો સ્વીકાર અને એનું જીવનમાં 108 અંજનશલાકાનાં રહસ્યો -- -- -- -- -- -- --