________________ ન કરી શકીએ ? આપણે પણ રોજ એક નવું ચૈત્યવંદન કંઠસ્થ કરીને પ્રભુની ભક્તિ કરવી અને 80-85 વર્ષની બુઝર્ગ વયે રોજનું નવું ચૈત્યવંદન તૈયાર કરતા. સંસ્કૃત ભાષાનું લગભગ 8, 10 ગાથાનું ચૈત્યવંદન ગોખી, પાકું કરી જિનાલયમાં પ્રભુ પાસે બેસી ભાવપૂર્વક બોલતા. નાના બાળકની જેમ પ્રભુ સાથે વાતો કરતા. એમના ચહેરા સામે જોનારને સ્પષ્ટરૂપે અનુભવાતું કે તેમનું પ્રભુ સાથે જોડાણ થઈ ચૂક્યું છે. પ્રભુ સાથે જોડાયેલાં તેમનાં નેત્રોમાં પડઘાતા ભાવો જોનારને લાગતું કે, એક બાળક પોતાની મા સાથે વાત કરે છે. કોઈપણ દેરાસરમાં ગયા હોઈએ તો પ્રતિમા આરસની છે કે ધાતુની છે ? નાની છે કે મોટી છે ? આવો ભેદ એમને ન રહેતો. એ કહેતાં કે એ “પ્રભુની પ્રતિમા છે. એક એક પ્રતિમાનાં ભાવથી દર્શન કરતા. બીજે-ત્રીજે માળે નાના એક જ ભગવાન હોય તો અમે કહેતાં કે, “સાહેબ ! ઉપર ચડવું રહેવા દો આપને ઘણું કષ્ટ પડશે' તો પણ એ કષ્ટ વેઠીને ય ઉપર ચડતા અને કહેતા કે “આવ્યા તો પ્રભુ મળ્યા ને !" કઈ ભાવના હશે ? ગુરુદેવને મધરાતે પ્રભુ સાથે વાત કરતા અમે જોયા છે અને સાંભળ્યા છે. મધરાતે અચાનક તાળી પાડે, તાળીનો અવાજ સાંભળી અમે પૂછવા જઈએ કે, કંઈ કામ છે ? કેમ તાળી પાડી ?' ત્યારે તેઓશ્રી કહેતા કે, “ના, મારે કોઈ કામ નથી. એ તો હું મારા પ્રભુ સાથે વાત કરતો હતો, એમાં મજા આવી ગઈ એટલે તાળી પડી ગઈ.” પરમાત્માની સાથે જેનું આવું જોડાણ હોય એના જીવનની મસ્તી કેવી હોય ? એમના જીવનમાં ક્યારેય બ્લડ પ્રેશર નહીં, માનસિક તનાવ નહીં, ડાયાબિટીસ નહીં, હાર્ટની કોઈ તકલીફ નહિ. કોઈ મેજર બોડી-પ્રોબ્લેમ નહિ. એમની પાસે ક્યારેય ગયા હોઈએ તો એ શાસ્ત્રના પાનામાં જ મસ્ત હોય. બાજુમાં ઉભા રહીએ ક્યારેય તો ખબર પણ ન પડે. સ્પર્શ કરી ઉપસ્થિતિ જણાવવી પડે. ત્યાં માથું ઉંચુ કરી વાત કરે. વાત પતે કે તરત પાછા પાનામાં ખોવાઈ જાય. પરમાત્મા સાથે જોડાણ કરવું હોય તો જાતને કેળવવી પડશે. તમને પ્રભુનો સ્પર્શ કરવાનું, લળીલળીને નમન કરવાનું મન કેમ ન થયું, પ્રભુના દરબારમાંથી નીકળતાં હૈયું ભારે કેમ ન થયું ? કારણ, પ્રભુ સર્વસ્વ નથી લાગ્યા. જો પ્રભુ સર્વસ્વ લાગે તો દેરાસરમાં 84 પૈકીની કોઈ આશાતના થાય નહીં, પ્રભુના સ્વરૂપનું, પ્રભુની ભક્તિના પ્રકારનું અને પ્રભુની આશાતનાના નિવારણ માટે આશાતનાના સ્વરૂપ અને પ્રકારનું જ્ઞાન મેળવવાનું મન થાય અને તે પછી પ્રભુની આશાતનાથી બચી પ્રભુની સાચા અર્થમાં આરાધના-ભક્તિ, પૂજા, ધ્યાન કરવાનું મન થાય. જો પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 107