________________ मनः प्रसन्नतामेति અર્થ : મન પ્રસન્નતાને પામે છે.' આ વચન સર્વજ્ઞ શાસનનું છે. પ્રભુ મિલનથી ચિત્તમાં પ્રસન્નતા થાય જ. આ એક સહજ, સ્વાભાવિક ઘટના છે. આપણા ચિત્તમાં સંકુલેશ, હતાશા, આવેશ, ઉશ્કેરાટ, તનાવ, સંક્ષોભ, ડીપ્રેશન છે. આ બધું કેમ છે ? પ્રભુ સાથે જોડાણ નથી માટે જ ને ? બાળકને ગમે તેવું રૂપકડું રમકડું મળ્યું હોય, પણ મા ન મળી તો કશું જ નથી મળ્યું અને મા મળી તો બધું જ મળ્યું. પછી રમકડું મળ્યું હોય તોય ઠીક અને ન મળ્યું તોય ઠીક ! તેમ જેને પરમાત્મા સ્વરૂપ “મા” મળી તેને 25 લાખ આવ્યા તોય શું અને 25 લાખ ગયા તોય શું ? પ્રભુ મળ્યાનો આનંદ જ એટલો બધો હોય કે 5-25 લાખ આવ્યાનો ઉન્માદ કે, હર્ષ એને ન હોય ને પ-૨૫ લાખ ગયાનો ઝાટકો કે દુઃખ પણ એને ન હોય. આ ત્યારે જ બને કે જ્યારે પ્રભુ સાથે જોડાણ થાય. આ ત્યારે જ બને કે જ્યારે પ્રભુ, પ્રભુ તરીકે વાસ્તવિક રીતે ઓળખાય. મંદિરમાં ગયા, મૂર્તિનાં દર્શન થયાં, પ્રભુનાં નહીં ! આટલાં વર્ષોમાં પ્રભુનાં દર્શન કરવા કેટલો પ્રયત્ન કર્યો ? કયું પુસ્તક વાંચ્યું ? તીર્થકર ભગવંતનાં ચરિત્ર વાંચવાની મહેનત ક્યારે કરી ? એમના પૂર્વ ભવો જાણ્યા ? પ્રભુને સમ્યગ્દર્શન ક્યારે કેમ કયા નિમિત્તે થયું ? સમ્યગ્દર્શનના સહારે પ્રભુએ આત્મિક વિકાસ કેવી રીતે કર્યો ? એ વિકાસને કારણે “સવિ જીવ કરું શાસનરસી'નો ઝરો પ્રભુના હૈયામાં કેવી રીતે પ્રગટ થયો ? એ સમયે પ્રભુએ પોતાનામાં આપણને કઈ રીતે સમાવ્યા ? કઈ રીતે પ્રભુએ આપણને પોતીકા માન્યા ? આપણા સુખ માટે પ્રભુએ કેવી ઘોર સંયમ-તપ-સાધના કરી ? કેવી રીતે પ્રભુએ આપણા ઉદ્ધાર માટે શાસનની સ્થાપના કરી ? તેમાં આપણને સમાવવા કેવા પ્રયત્ન કર્યા ? પ્રભુએ આપણો હાથ ઝાલવા હાથ લંબાવ્યો અને અળવીતરા એવા આપણે પ્રભુને હાથ ઝાલવા જ ન આપ્યો. ઉપરથી પ્રભુ પર કેવા કેવા આક્ષેપો કર્યા ? આ બધું ય જાણવા ક્યારેય કોઈ પ્રયાસ કર્યો ? તમારી પાસે જો આ જ્ઞાન ન હોય તો પછી પ્રભુની ભક્તિ ક્યાંથી કરશો ? પૂજા કેવી રીતે કરશો ? પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ જ્યારે ત્રણ લોકના નાથના દરબારમાં જતા ત્યારે સાવ નાના બાળક બની જતા. ભગવાન પાસે નાના બાળકની જેમ હઠ કરતા, ઝઘડી પણ પડતા, રડી પણ લેતા. એમના સ્તવનની કડીઓ સાંભળીએ તો આ બધા ભાવોની આપણને પણ ઝાંખી થાય. એ કહેતા કે, તારે મને મોક્ષ આપવો છે કે નહીં ? ચોખ્ખી વાત કર ! અને જો તું નહીં આપે તો હું મારા બળ ઉપર લઈશ !" એમણે પ્રભુને બંધુ રૂપે પણ જોયા છે, માતારૂપે પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 105