________________ સિદ્ધગિરિની યાત્રા સમયે સહજભાવે “અબ તો પાર ભયે હમ સાથો શ્રી સિદ્ધાચલ દરસ કરી રે' - એવા શબ્દો જેમના મુખકમળમાંથી સહજ રીતે સરી પડ્યા હતા, તે પૂ. આ. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજાએ પૂ. ઉપા. શ્રી સકલચંદ્રજી મહારાજાની રચેલી સત્તરભેદી પૂજાનું જ આલંબન લઈને પંજાબની છાંટવાળી હિંદી ભાષામાં પંજાબી ચલત લય અને ઠેકામાં નવી સત્તરભેદી પૂજાની રચના કરી છે. આજે આ પૂજાના સહારે અત્રે સત્તરભેદી પૂજા ભણાવવાની છે. જેમાં પૂ. આ. શ્રી વિજયાનંદસૂરિજી મહારાજાના હૃદયમાં ધબકી રહેલી પરમાત્મભક્તિ, એમના ઉદાત્ત ભાવો, એમનાં કાવ્યમય ભક્તિ-વેણો અને એમાંથી નીકળતી પરમાત્માની ગુણ ખૂબુ આપણને માણવા મળવાની છે અને વચ્ચે વચ્ચે પૂ. મહોપાધ્યાયશ્રી સકલચંદ્રજી મહારાજાના શબ્દોનો સહારો લઈને એમણે અનુભવેલા ભક્તિના ભાવોનો પણ આસ્વાદ માણવાનો છે. આજે એમ નહીં માનતા કે, આપણે મંડપમાં બેઠા છીએ. આપણે ત્રણ લોકના નાથના દરબારમાં બેઠા છીએ. કાં તો બેઠા છીએ મેરુપર્વતના શિખર ઉપર, કાં તો બેઠા છીએ પરમાત્માના સમવસરણમાં ! આજે સ્થળનું ભાન ભૂલાવું જોઈએ, કાળનું ભાન ભૂલાવું જોઈએ. આપણું વ્યક્તિત્વ વિસરાવું જોઈએ. પ્રભુભક્તિના આ અનુષ્ઠાનમાં ઓળઘોળ બનવું છે. એકતાન બનવું છે, એકરસ બનવું છે અને પછી ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં આપણો આંતરિકભાવ ભેળવી આપણે કહી દઈએ કે, ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશે હવે ટેકે; ખીર-નીટ પટે તુમશું મિલશું. વાચક યશ કહે હેજે હળશું.” વાચકવરશ્રીજીના આ શબ્દોને બરાબર પ્રણિધાનનું એક સ્વરૂપ આપીએ અને આજનો જેટલો સમય વીતે તેમાં ધ્યેય' તરીકે છે, આપણા “પ્રભુ', ધ્યાતા છીએ આપણે” અને બેની વચ્ચેનો મિલન-અનુસંધાન-સમાપત્તિ કે સમરસાપત્તિનો સેતુ છે “ધ્યાન.” ધ્યાન એકાંતમાં કરવાનું છે. જગતથી ન્યારા થઈને જગત્પતિને નિહાળવાના છે, સાક્ષાત્ પ્રભુને જોવાના છે, પણ એ કક્ષા આજે આપણી પાસે નથી. આપણે બહુ વામણા છીએ. તમારી શ્રાવકોની કક્ષા તો ઓર નીચી છે. આલંબનોની જ દુનિયામાં રાચતા તમારા માટે આલંબન વગર ધ્યાન પ્રગટી શકે તેમ નથી, માટે અંજનશલાકાનાં રહસ્યો 82