________________ भाविज अवत्थतियं, पिंडत्थ-पयत्थ-रूवरहियत्तं / छउमत्थ-केवलित्तं, सिद्धत्तं चेव तस्सत्थो / / 11 / / અર્થ : “તીર્થકરોની ૧-પિંડસ્થ, ૨-પદસ્થ અને ૩-રૂપ રહિતપણાની ત્રણ અવસ્થાની ભાવના કરવી. એ ત્રણે જ અનુક્રમે ૧-છદ્મસ્થ, ૨-કેવલિ અને ૩-સિદ્ધત્વ અવસ્થા જાણવી.' એમ ચૈત્યવંદન ભાષ્યમાં જણાવેલ છે. ૧-પરમાત્માનો બાલ્યકાળ, પરમાત્માનો યૌવનકાળ, પરમાત્માની રાજ્યઅવસ્થા, પરમાત્માની સાધનામય શ્રમણજીવનની અવસ્થા. આ બધાનો સમાવેશ પિંડી અવસ્થામાં કરવામાં આવ્યો છે. ટુંકમાં પરમાત્માની છબી અવસ્થાએ પિંડસ્થ અવસ્થા કહેવાય. ર-સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યા પછી પરમાત્માના સ્વરૂપને પદસ્થ અવસ્થા કહેવાય છે. પદસ્થ અવસ્થા અને કેવલી અવસ્થા કહો, બંને એક જ છે. ૩-સિદ્ધપણું પ્રાપ્ત થયા પછી રૂપાતીત અવસ્થા કહેવાય છે. રૂપાતીત પૂર્વેની અવસ્થા પિંડસ્થ અને પદસ્થની છે. દરેક સાધકે પ્રભુની પૂજા વખતે પ્રભુની ત્રણ અવસ્થાથી આત્માને ભાવિત કરવાનો છે. જે પ્રભુની વિધવિધ અવસ્થાથી જાતને ભાવિત કરે છે, તે જ સાલંબન અને નિરાલંબન ધ્યાન પામી શકે છે. સાલંબન ધ્યાન જે સિદ્ધ કરે છે, તે નિરાલંબન ધ્યાનની કક્ષાને પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સુધી આ કક્ષા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાલંબન ધ્યાન કરવાનું છે. નિરાલંબન ધ્યાન ઉપરની ભૂમિકાનું છે. સાધના જીવનમાં પા પા પગલી ભરતાં સાધકોએ જ્યાં સુધી નિરાલંબન સુધી ન પહોંચાય ત્યાં સુધી સાલંબન ધ્યાન કરવાનું છે. ચોથા-પાંચમા ગુણઠાણે રહેલ સાધક વિશેષ પ્રકારે દ્રવ્ય-ભાવ જિનભક્તિ કરવા દ્વારા સાલંબન ધ્યાન કરે છે. છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા સાધકો પણ જિનની ભાવભક્તિ દ્વારા પરમાત્માનું સાલંબન ધ્યાન કરે છે. પરમાત્માનું સાલંબન ધ્યાન કરવું કઈ રીતે ? પરમાત્માના ચોત્રીશ અતિશયો છે. તેમાંના એક એક અતિશયને આંખ સામે લાવતા જઈએ અને તેમાં જાતને ઝબોળતાં જવું જઈએ. પૂ. પં. શ્રી પરવિજયજી મહારાજે ચોમાસા દેવવંદનમાં ગૂંથેલા પ્રથમ જિનેશ્વર પ્રણમીએ” વગેરે સ્તવનોમાં ---- -- -- 84 અંજનશલાકાનાં રહસ્યો