________________ શરૂ કરી, ત્યારથી અત્યાર સુધીમાં મેં અનેકવિધ રીતે અનેકવાર આગમાદિ શ્રુતસાગરનું અવગાહન કર્યું. ઊંડી અનુપ્રેક્ષા કરી, છએ દર્શનનો વ્યાપક બોધ પ્રાપ્ત કર્યો. તેની સાથે જૈનદર્શનની તુલના કરીને એ છએ દર્શનનું જૈનશાસનમાં અવતરણ કર્યું. આ રીતે મૃતસાગરનું અવગાહન કરવા દ્વારા મને જે નવનીત પ્રાપ્ત થયું તે માત્ર આ એક જ શ્લોક દ્વારા જણાવું છું, એક શ્લોક દ્વારા નહીં, માત્ર એક લાઈન દ્વારા જણાવું છું. તેમાંથી જે રાહ મળ્યો છે, જે માર્ગ મળ્યો છે. જે સાર મળ્યો છે, તે જાણે કે અમૃતનો કુંભ મળ્યો છે. જે ભૂખ અનાદિકાળથી તમારી ને મારી હતી, તેને સંતોષવાની તાકાત કઈ વસ્તુમાં છે ? તે પરમઆનંદ, શાશ્વત આનંદ શેના દ્વારા મળશે ? જગતનો કોઈ જીવ એવો નથી કે જેને આનંદની શોધ ન હોય. જે જૈનશાસનને પામે છે, તેને તો આનંદ જ નહીં, પરમાનંદ મળે છે. જે તત્કાળ મળીને ચાલ્યું જાય, જે વિભાવદશાનું હોય, જે પુલના સંયોગમાંથી પેદા થયેલ હોય, તેને “સુખ' કહેવાય છે. જે આત્મસાધનામાંથી પેદા થાય તે સાધનાકાળની અનુભૂતિને “આનંદ' કહેવાય છે અને જે મળીને ચાલી ન જાય; શાશ્વતકાળ સુધી રહે, જે આત્માની પોતીકી પેદાશ હોય; જેમાં પુદ્ગલના સાથ-સહારાની કોઈ જ જરૂર ન હોય, જે પૂર્ણ હોય, સહજ હોય, કાયમી હોય અને જેની સતત સહજ પરંપરા સર્યા કરે, તેને “પરમાનંદ' કહેવાય છે. આની પ્રાપ્તિ જેને કરવી છે, તે ક્યારેય દુનિયામાં ભટકતા નથી. સુખના અર્થી દુનિયામાં ભટકે છે, આનંદ અને પરમાનંદના અર્થી દુનિયાથી પર થવાનો પ્રયત્ન કરે છે. આ સુખની શોધ કરવા માટે કોઈ ગિરિ ગુફામાં ચાલ્યા જાય છે, કોઈ જંગલમાં જાય છે, કોઈ આશ્રમમાં જાય છે, તો કોઈ મઠમાં જાય છે, એમ અનેકવિધ પ્રયત્નો કરે છે, પણ વાસ્તવિક અર્થમાં એમનો આ પ્રયત્ન સાર્થક થતો નથી. જગત સુખની શોધમાં છે, વિવેકી આનંદની શોધમાં છે, જ્યારે પરમવિવેકી પરમાનંદની શોધમાં છે. સામાન્ય વિવેક પ્રગટ્યા પછી પણ કેટલાય સાધકો નાસીપાસ થાય છે. કારણ કે તેમને પરમાત્માનું શાસન નથી મળ્યું. જેને પરમાત્માનું શાસન મળે છે, વીતરાગનું વચન મળે છે, નિષ્કામ સાધનાનો માર્ગ મળે છે, તે પરમવિવેકીને પામીને પરમાનંદની દિશામાં આગળ વધે છે અને સાધનાના પરિપાકરૂપે પરમાનંદને પામી શકે છે. પરમાનંદ પામવાના પ્રભુએ અનેક માર્ગ બતાવ્યા છે. તે પૈકીના કોઈ પણ એક માર્ગ પર સાધક સમ્યક પ્રકારે જો ચાલે તો તે અવશ્યમેવ પરમાનંદ મેળવી શકે. પરમાનંદને મેળવવાના અનેક માર્ગો પૈકી જ્ઞાન-સાધનાનો પણ એક માર્ગ છે. તપ 102 અંજનશલાકાનાં રહસ્યો