________________ ચોત્રીશ અતિશય ઢાળ્યા છે. શબ્દો સાદા છે, અર્થ ઘણો છે. શ્રી સમવાયાંગ આગમનો નિચોડ એમાં મૂકવામાં આવ્યો છે. તેના સહારે પરમાત્માના દેહનું, પરમાત્માના રૂપનું, પરમાત્માના અષ્ટપ્રાતિહાર્યનું અને પરમાત્માના પ્રકૃષ્ટ પુણ્યનું ધ્યાન કરવાનું છે. પરમાત્માની જન્માવસ્થા-બાલ્યાવસ્થા-રાજ્યાવસ્થા શ્રમણાવસ્થા આદિ દ્વારા જેમ પિંડી અવસ્થાનું સાલંબન ધ્યાન કરવાનું છે, તેમ પરમાત્માની કૈવલ્યાવસ્થા, સમવસરણી અવસ્થા આદિ દ્વારા પદસ્થ અવસ્થાનું સાલંબન ધ્યાન કરવાનું છે અને તે દરેક અવસ્થામાં પરમાત્માની વિશિષ્ટ વિરાગિતા અને વીતરાગિતા જોવાની છે. પુણ્ય પ્રકૃતિઓ એક કર્મનો ખેલ છે. પરમાત્માની પુણ્ય પ્રકૃતિ તે માત્ર કર્મનો ખેલ નથી. જગતની પુણ્ય પ્રકૃતિઓ જગતને માટે મોટે ભાગે પાપબંધનું કારણ બને છે. જ્યારે પરમાત્માની પુણ્ય પ્રકૃતિઓ પોતાને માટે તથા સંસાર કાદવમાં ડુબતા અનેક જીવોને માટે તારવાનું કામ કરે છે. માટે જ તે આલંબનરૂપ છે. એથી જ “નમુત્થણ' સૂત્રમાં પરમાત્માની ઓળખ આપતાં જણાવ્યું છે કે तिण्णाणं तारयाणं / ‘તરેલા અને તારક એવાને જ્ઞાનસારમાં પણ મહાપુરુષો માટે - “સ્વયં તીખ મવામોથે, પરસ્તાવિતું ક્ષમ: I'. અર્થ : ‘પોતે ભવસાગરથી તર્યા અને અન્યોને તારવા માટે સમર્થ છે.” કહીને આ જ વાત જણાવી છે. એ પુણ્ય પ્રકૃતિઓ સાથે પરમાત્માની જે ‘વીતરાગતા' છે, તે વિશેષ છે. ચોત્રીશ અતિશય અષ્ટપ્રાતિહાર્યરૂપ બાહ્ય લક્ષ્મી અને જ્ઞાનાદિ આંતર લક્ષ્મી હોવા છતાં તીર્થંકર પરમાત્મા “ગયોહા' - મોહરહિત હોય છે. આ જ તેઓના આંતરવૈભવને સૂચવે છે. જેનો મોહ ચાલ્યો ગયો છે, એવા તીર્થંકર પરમાત્મા ચાલે છે, પગ ઉપાડે છે અને પગલે પગલે સુવર્ણ કમળ ગોઠવાઈ જાય છે. ભગવાનને કાંટા કે કમળ વચ્ચે કોઈ ભેદ નથી, એ ચાલે છે અને બંને બાજુ ચામર વીંઝાય છે, તોપણ કીડીઓ કે ભમરાના ડંખ અને વીંઝાતા ચામર વચ્ચે પરમાત્માને કોઈ ભેદ નથી. ભગવાનને જ્યાં દેશના આપવાની હોય ત્યાં એક યોજન = આઠમાઈલ = તેર કિ.મી. વિસ્તૃત સમવસરણ રચાઈ જાય, પાંચ વર્ણના જલજ-સ્થલજ સુગંધી ફૂલ નિરંતર વરસતા હોય, બેસવા માટે દેવતાઓ સોનાનું ભાવભક્તિ કરવામાં માનવીને દેવેન્દ્ર પણ ન પહોંચી શકે 95