________________ જેને ભક્તિની ભાવના છે, તેને માટે મુક્તિ સુલભ છે. ઘરને ભૂલીને - વેપારને ભૂલીને પ્રભુની ભક્તિમાં તરબોળ બનવું છે. શબ્દોની સાથે તમારા ભાવોને જોડવાની છે. પ્રભુભક્તિમાં રંગાતા જાઓ અને પ્રભુ સાથે જોડાતા જાઓ. પ્રભુભક્તિ સાથે જોડાવા માટેનું આ માધ્યમ છે. જેમના માટે સંસારનો વ્યવહાર કાયમનો છે. તેમના માટે સંસારનું પરિભ્રમણ અને દુઃખનો ચકરાવો પણ કાયમનો છે. જેમના માટે પ્રભુ કાયમના છે, તેમને માટે મુક્તિ નિશ્ચિત છે. જેમના માટે પ્રભુનો પ્રત્યેક પ્રસંગ “અપૂર્વ' છે. તેમને માટે સંસાર “પરિમિત થનાર છે. મહાસતી દ્રૌપદી, સૂર્યાભદેવ આદિએ પરમાત્માની કેવી રીતે ભક્તિ કરી છે. અંગપૂજા-અગ્રપૂજા-ભાવપૂજા આદિ જેટલી પૂજા થાય તેમાં એકમેક બનીને ભગવાન સાથે જોડાવાનો પ્રયત્ન કરવો જોઈએ. દ્રૌપદી અને સૂર્યાભ દેવે કરેલી પરમાત્માની ભક્તિને આંખ સામે રાખીને પરમાત્મ ભક્તિમાં તરબોળ બનવાના પ્રયત્નપૂર્વક પ્રભુ ભક્તિના આ અનુષ્ઠાનના સહારે આપણે પ્રભુમય બનીએ એ જ અભિલાષા. ભાવભક્તિ કરવામાં માનવીને દેવેન્દ્ર પણ ન પહોંચી શકે