________________ કરનારને તો તમે તારો એમાં નવાઈ કશી જ નથી. પણ મારા જેવા ધીઠા, લંપટ, પાપી અને નિંદકને તારો તો તમારી તારકતા સાચી માનું.” જે મહાપુરુષે હૃદયના ભાવોને આ રીતે શબ્દદેહ આપ્યો છે, તે મહાપુરુષે રચેલી સત્તરભેદી પૂજા આજે અહીં ભણાવવાની છે. ભલે તેઓ જીવનના પૂર્વાર્ધ કાળમાં ભગવાનની મૂર્તિના વિરોધી હતા પરંતુ જ્યારે એમને મૂર્તિની અને મૂર્તિપૂજાની ઉપાદેયતા સમજાણી ત્યાર બાદ તેઓશ્રી પ્રતિમાના માધ્યમે ભગવાનના પરમ ભક્ત બન્યા. આ પૂજામાં સંગીત પર તાલને લક્ષ્ય આપ્યા વગર તેના શબ્દો પર ધ્યાન રાખજો ! સંગીતજ્ઞો એમની શક્તિઓ પ્રભુને ચરણે સમર્પિત કરશે. એમનું લક્ષ્ય પ્રભુને રીઝવવાનું હશે એમ ઈચ્છીએ, પણ તમારું લક્ષ્ય તો ખાસ પ્રભુને રીઝવવાનું જ હોવું જોઈએ. તમારે ભગવાનની સાથે જોડાણ કરીને મા આગળ એક બાળકની જેમ, એક સંતાનની જેમ પ્રભુને સમર્પિત બનવાનું છે. અમારી નિશ્રા આ અનુષ્ઠાનમાં છે. તે તમારો જિનભક્તિનો ઉલ્લાસ વધારવા માટે દ્રવ્યઅનુષ્ઠાન-દ્રવ્યભક્તિ એ અમારું કર્તવ્ય નથી. દ્રવ્યાનુષ્ઠાન-દ્રવ્યભક્તિ એ તમારું કર્તવ્ય છે અને ભાવભક્તિમાં વિલસવાનું અમારું અને તમારું બંનેનું કર્તવ્ય છે. આ મહાપુરુષને (પરમતારક ગુરુદેવ) અમે જોયા છે. જ્યારે પણ પરમાત્મા પાસે ગયા હોય, ત્યારે નાના બાળક જેવા બની જતા જોયા છે. તેઓએ દરેક પ્રતિમામાં પરમાત્માનાં દર્શન કર્યા છે. પ્રતિમા પાષાણની હોય, ધાતુની હોય કે સુવર્ણ-મણિ-રત્નની હોય, એમાં એઓશ્રીએ પરમાત્માનાં જ દર્શન કર્યા છે. દેરાસરના કોઈ ગોખમાં એક ખૂણામાં રહેલી પ્રતિમા હોય, ઉપરના માળે હોય કે નીચે ભોંયરામાં હોય; દરેક પ્રતિમાની એમણે ભાવભક્તિ કરી છે. ત્રણ ત્રણ ખમાસમણાં આપીને વંદના કરી છે. એમનું આલંબન લઈને આજે વિનંતિ કરશું, એમના જ શ્રીચરણે કે, “જે જગતની માતા-પિતા-નેતા-રાજા સાથે આપનું જોડાણ હતું, એ જોડાણ આપણે માટે પણ શક્ય બને, એ માટે આપશ્રીજી જ્યાં હો ત્યાંથી પધારી અમોને નિશ્રાદાન કરજો.” આટલી હૈયાથી વિનંતિ કર્યા બાદ હવે તમારે દ્રવ્ય-ભાવ ભક્તિમાં જોડાવવાનો પ્રારંભ કરવાનો છે. હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે ! 91