________________ જ ઉત્તમ દ્રવ્યો, ઉત્તમ શબ્દો, ઉત્તમ સૂરો, ઉત્તમ ગંધ વગેરેના સહારે જગતના વૈષયિક, કાષાયિક વાસનાઓને પોષતા ભાવોથી અળગા થઈ આત્માનંદની અનંત મસ્તી માણવા આપણા પ્રભુની સાથે એકતાન બનવાનું છે. સજાવટ, સ્વરો, તાલ, ગીત, સંગીત - આ બધું તો દ્રવ્ય છે. આ દ્રવ્યનો ઉપયોગ ભાવ સુધી પહોંચવા માટે જ કરવાનો છે. ક્યાંય એવું ન બની જાય છે, ભાવ સુધી પહોંચવાનું મૂળ લક્ષ્ય ભૂલાઈ જાય અને આપણે કેવળ દ્રવ્યમાં જ અટવાઈ જઈએ. ગીત-સંગીત વગેરે ચમચી જેવું છે અને પૂજાના શબ્દોમાં રહેલા ભક્તિનો ભાવ એ વાનગી જેવું છે. વાનગી આરોગવાના બદલે ચમચી ચાવવાનું કામ ક્યાંય ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. જેટલાં આલંબનો છે, તે બધી ચમચી છે. સંગીત-સૂર-તાલ-શબ્દો આ બધી ચમચી છે અને તેના માધ્યમે પ્રભુના સ્વરૂપની અનુભૂતિ, પ્રભુના ગુણોનું સ્મરણ, પ્રભુની અનંત કરુણા, અચિંત્ય સામર્થ્ય, સર્વજ્ઞતા, વીતરાગતા વગેરે અનંતાનંત ગુણો પ્રત્યે અપાર અહોભાવ પ્રગટવો - આ બધી વાનગી છે. આવા અવસરે જે પ્રભુને ભલે છે અને માધ્યમોમાં જ અટવાય છે. તે પ્રભથી દૂર ફેંકાઈ જાય છે. માધ્યમોનો ઉપયોગ કરીને જે પ્રભુમાં ઠરે છે, તે જ આગળ વધી શકે છે. સ્વયં પ્રભુ બની શકે છે. આપણે એવી ભૂમિકામાં પહોંચવું છે. આપણે આપણને મળેલાં આ શ્રેષ્ઠ આલંબનો દ્વારા ત્રણ લોકના નાથ, સર્વજ્ઞા વીતરાગ, અરિહંત, જિનેશ્વર પ્રભુમાં ઠરીએ, તેના પ્રભાવે પ્રતિપત્તિ પૂજારૂપ પૂજાના શ્રેષ્ઠ - ચોથા પ્રકારને પામી શકીએ અને પ્રભુ સાથે “ક્ષીર-નીર પરે તુમશું મિલશું, વાચક યશ કહે હેજે હળશું” - એ ભૂમિકામાં તમે-અને-આપણે સૌ ઓતપ્રોત બનવા પ્રયત્ન કરીએ. એટલી અપેક્ષા રાખીને પૂર્ણ કરું છું. -- -- -- ------ -- -- -- -- -- -- -- -- -- -- -------- -------------------------- લગની લાગી છે પ્રભુ ! તારા મિલનની.... 83