________________ આ દરેક અવસ્થામાં રહેલા તીર્થંકર પરમાત્મા છે. તેમાં જ્યારે તીર્થ સ્થાપતા, ધર્મદેશના દેતા, તીર્થંકર પરમાત્મા હોય તે ભાવનિક્ષેપે તીર્થકર છે. એ પૂર્વની કે પછીની અવસ્થામાં રહેલા તીર્થંકર પરમાત્મા દ્રવ્યનિક્ષેપે તીર્થકર છે. પ્રતિમા, મૂર્તિ, ચિત્ર, આલેખન, વટ, આકૃતિ, પ્રતિબિંબ, છબીરૂપે રહેલા તીર્થકર સ્થાપના નિક્ષેપે તીર્થકર છે. તો દરેક તીર્થકરોના અંતિમ ભવનું પવિત્ર નામ. દા.ત. ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ, વર્ધમાન કે સીમંધર, એ નામનિક્ષેપે તીર્થકર છે. કહ્યું પણ છે કે - નામ- નિનિનામા, ठवण-जिणा पुण जिणिंद-पडिमाओ / दव्वजिणा जिण-जीवा, भाव-जिणा समोसरणत्था / / 1 / / અર્થ : “જિનેશ્વરોનું નામ તે નામજિન કહેવાય, જિનેન્દ્રોની પ્રતિમા તે સ્થાપનાજિન કહેવાય, જિનેશ્વરોનો આત્મા દ્રવ્યજિન કહેવાય અને સમવસરણમાં સ્થિત જિનેશ્વરો ભાવજિન કહેવાય.' દરેકનું ધ્યાન કરવાનું આલંબન છે. જે કાળે પ્રભુ વિચરે છે ત્યારે પણ દરેકને પરમાત્મા મળે એવું નથી. પરમાત્મા એક ગામમાં, એક ખંડમાં વિચરે છે. એ સિવાયના હજારો ગામો અને ખંડમાં રહેલા ભાવિકો પ્રભુના નામ અને એમની સ્થાપનાની જ ભક્તિ કરે છે. આ રીતે સ્થાપનાનિક્ષેપે પણ પ્રભુ ભવ્યાત્માનો નિસ્તાર કરે છે. આપણને આજે પ્રભુ સાક્ષાત્ ભાવનિક્ષેપે મળ્યા નથી, પણ સ્થાપનાનિક્ષેપે તો પ્રભુ સાક્ષાતુ મળ્યા છે. પ્રભુનું નામ પણ શ્રવણગોચર થયું છે. જે મળ્યા છે તે નિક્ષેપે પ્રભુની ભક્તિ કરી લેવી છે. રાજર્ષિ કુમારપાળ મહારાજ કહે છે કે બધાને લાગે છે કે પ્રભુ, અમને મૂકીને તમે ચાલ્યા ગયા, પણ મને ક્યારેય એમ નથી લાગતું કે તમે અમને મૂકીને ચાલ્યા ગયા છો. જ્યારે જ્યારે અંદર ઉતરું છું, કષાયોથી દૂર થાઉં છું, ત્યારે તમે સાક્ષાત્ હૃદયમાં જ બેઠેલા દેખાઓ છો. તેઓ સાચે જ કહે છે કે - 88 અંજનશલાકાનાં રહસ્યો -- -- -- -- --