________________ સિદ્ધાંતનિષ્ઠાથી, એમના સચ્ચારિત્રના પરમાણુઓથી એ બધા વિરોધ વિલાઈ જતા. તે પ્રભાવશાળી મહાપુરુષ પણ પરમાત્મા સામે સાવ બાળક બની જતા. ઘણીવાર એમની પાસે સંથારો કરવાનો વારો આવ્યો હોય. અમે નિદ્રામાં હોઈએ ને રાતના બાર કે બે વાગે એ મહાપુરુષ બે હાથે તાળી પાડતા સંભળાય. ત્યારે ઉઠીને જઈએ એમની પાસે, પૂછીએ, સાહેબ કાંઈ જરૂરત છે ? ત્યારે એ મહાપુરુષ કહેતા, હું તો મારા પ્રભુ સાથે વાતો કરતો હતો કેવી મજા આવી ગઈ. અંદરની વિશુદ્ધિ કેવી સાધી હશે ? માટે જ અંતિમ સમયે તેઓશ્રી અરિહંતના જ તાણેવાણે વણાયેલા હતા. એમનો નાતો અરિહંત સાથે જ જોડાયેલો હતો. એમની યુવાવસ્થા કે પ્રૌઢાવસ્થામાં એમણે જેટલાં પણ દેરાસરજીનાં દર્શન કર્યા ત્યાં એક પણ પ્રતિમા એવી નહિ હોય કે જેને એ મહાપુરુષે ઊભાં ઊભાં ત્રણ-ત્રણ ખમાસમણાં ન આપ્યાં હોય. સિદ્ધગિરિ ઉપર ખૂણે ખાંચરે, કષ્ટસાધ્ય પ્રવેશવાળી જગ્યામાં રહેલાં નાનાં પણ બિંબ, અરે, પંચધાતુનાં નાનાં બિંબને પણ ત્રણ ત્રણ ખમાસમણાં આપ્યાં છે. પંચતીર્થી હોય તો પંદર ખમાસમણાં અને ચોવીશી હોય તો એકસો ને વીશ ખમાસમણાં એ મહાપુરુષે આપ્યાં છે. ત્રીજે માળે પ્રતિમાં હોય તો ત્યાં ચડીને પણ દર્શનાદિ કર્યા છે. કોઈનું ગૃહમંદિર માળીયા ઉપર હોય, સીડી ઊભી હોય ને પડી જવાય એવી હોય તો પણ કહેતા મારે જવું છે અને જતા, દર્શન કરવા. તમે જ્યાં રહેતા હો અને જે દેરાસરમાં દર્શન-પૂજન કરતા હો તે, દેરાસરમાં કેટલા ભગવાન છે ? એ કદાચ ત્યાં રહેનારા, રોજ દર્શન-પૂજા કરનારા તમે ન કહી શકો. પણ પરમ તારક ગુરુદેવશ્રી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાંના દેરાસરમાં રહેલ દરેક પરમાત્માનાં દર્શન ને ખમાસમણાં આપી વંદન જરૂર કર્યા છે. આ એમની શુદ્ધિ હતી સમ્યગ્દર્શનની. અરિહંતનું સામ્રાજ્ય રગેરગમાં વસાવ્યું હતું એમણે. હઠીસિંગની વાડી અમદાવાદમાં આવેલી છે. બાવન જિનાલય. સેંકડો પ્રતિમા. એક દિવસ સવારથી સાંજ સુધી ભક્તિસભર હૈયે દરેક પ્રતિમાને ત્રણ-ત્રણ ખમાસમણાં આપ્યાં. સાંજે પગ થાંભલા જેવા થઈ ગયા. શિષ્યોએ પગની ચિંતા કરી તો એ મહાપુરુષ કહે, પગ તો દુઃખે, આવી મહાન ભક્તિનો લાભ ક્યાંથી મળે ! આવી એમની પ્રકૃષ્ટ પરમાત્મભક્તિ હતી. - સિદ્ધગિરિ પર યાત્રા કરવા ગયા. નવે ટુંકના શાંતિથી દર્શન અને ચૈત્યવંદન કર્યા. સ્તવન ભાવપૂર્વક ઝીલ્યાં. નાનું બોલીએ તો કહેતા ‘ઉતાવળ શી છે ? યાત્રા ફરી ફરી થોડી જ થાય છે ?' દાદાના દરબારે પહોંચ્યા ત્યાં ગરકાવ થઈ ગયા પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન 73