________________ દાદાની ભક્તિમાં. એક પછી એક સ્તવનો બોલાયા કરે, પૂજ્યશ્રી આનંદમાં મગ્ન થયા કરે. ખાસી કલાક-બે કલાકની ભક્તિ કરીને ઊભા થયા. અમને થયું હવે પૂજ્યશ્રી નીચે ઉતરવાની વાત કરશે. ત્રણ-સાડા ત્રણ વાગી ગયા છે. પણ ના, સાહેબે કહ્યું આવ્યા છીએ તો ઘેટીની દેરીની યાત્રા કરી લઈએ. ઊતર્યા ઘેટીના રસ્તે. ત્યાં મૂળ સ્થાનકે ચૈત્યવંદન કરી ઉપાશ્રયે જઈ સાહેબજીને વપરાવશું તેવી ભાવના અમારી, પણ સાહેબે કહ્યું, અહીં નવાં જિનાલયો બનેલાં છે, એનાં પણ દર્શન કરવાના છે. પછી જ ઉપાશ્રયે ગયા. દેરાસરોમાં કર્યા દર્શન શાંતિથી એક એક પ્રભુનાં ને સાવ સાંજે એકાસણું કર્યું મહારાજશ્રીએ. ઠામ ચોવિહાર. સમજાય છે કાંઈ ? એમાં ગિરિરાજ ઉપર હાજત ન થાય, આશાતના ન થાય. માટે આગલા દિવસે બપોરથી જ પાણી પણ છોડી દીધું હતું. આ શ્રદ્ધાનો પ્રકર્ષ હતો, સમ્યગ્દર્શનની નિર્મળતા હતી, પ્રકૃષ્ટ કોટિનું ભવભીરુપણું હતું, એક મહાન જૈનાચાર્યમાં. એમણે મૂર્તિને મૂર્તિના સ્વરૂપમાં ક્યારે ય જોઈ નથી. એમાં એમને મનમોહન તારક પરમાત્માનાં જ દર્શન થયાં હતાં. જે મૂર્તિને મૂર્તિના રૂપમાં નહિ પણ પરમાત્માના સ્વરૂપે નીહાળી શકે તેને મૂર્તિમાં જ પરમાત્મા હાજર છે. પણ સાક્ષાતુ પરમાત્મા મળે છતાં એમનામાં પરમાત્મ સ્વરૂપ જોઈ ન શકે, તેવા અભાગીયાની વાત શું કરવી. આવા અરિહંત પરમાત્માના જીવનના દરેક પ્રસંગે ઉજવવાની રૂડી તક મળી છે, એ તકને સાર્થક કરી એ અરિહંતના સ્વરૂપની વાસ્તવિક પીછાણ દ્વારા એમાં જ લયલીન બની જઈએ એ જ શુભાભિલાષા. 74 અંજનશલાકાનાં રહસ્યો