________________ ખૂબ મોટો ! મા-બાપ પૂછે - બેટા ! ખૂબ મોટો સાચું, પણ કેવડો ?' ત્યારે બાળક પાસે વર્ણન કરવા શબ્દો, સાધનો હોતાં નથી. એ પોતાના બે હાથ પહોળા કરીને દરિયાની વિશાળતા બતાવવાનો પ્રયત્ન કરે છે. પરમાત્માનું સ્વરૂપ પણ વર્ણવવું મારા માટે સહેલું નથી. એટલે જ આજે નાનું બાળક યાદ આવી જાય છે. અગાધ અને અફાટ એવા દરિયાને જોયા પછી ખુશ થયેલું એ બાળક પોતાના મા-બાપ સમક્ષ દરિયાનું વર્ણન કરતાં પોતાના બે હાથને થાય એટલા પહોળા કરીને કહે છે કે - “જો ! દરિયો આટલો બધો મોટો છે.” પ્રભુના અચિંત્ય પ્રભાવને માણ્યા પછી ભક્તિવશ થયેલા સૂરિવરો, મહામુનિવરો અને કવિવરો પણ બાળભાવે આવી ભક્તિભરી ચેષ્ટા કરતાં જગતમાં શ્રેષ્ઠ જણાતી વસ્તુઓની ઉપમા આપીને પ્રભુના પ્રભાવનો મહિમા વર્ણવવાનો શુભ પ્રયાસ કરે છે અને તેથી જ તેઓ પ્રભુને, ચિંતામણિ કામધેનુ, કલ્પવૃક્ષ, વગેરેની ઉપમા આપીને પ્રભુ માટે કહે છે કે, નિનઃ સાક્ષાત્ સુરદુમ: | અર્થ : મારા પ્રભુ તો સાક્ષાત્ કલ્પવૃક્ષ છે.” આમ છતાંય એમાં એમના મનને પૂરો સંતોષ નથી થતો. તેઓ જાણે છે કે, કલ્પવૃક્ષની તો આરાધના કરવી પડે છે, આરાધના કર્યા પછી પણ એની પાસે માંગવું પડે છે. માંગ્યા પછી પણ એ માંગેલું જ આપે છે, માંગેલું પણ વર્તમાન જીવન પૂરતું જ આપે છે. વર્તમાન જીવનમાં પણ કેવળ ભૌતિક પદાર્થો જ એ આપે છે. જ્યારે મારા પ્રભુનો મહિમા તો અચિંત્ય છે. | સર્શનાર્ ટુરિતäલી | અર્થ : ‘દર્શન કરો ને અગણિત ભવોનાં દુરિતનો (પાપનો નાશ થાય છે.' પાપથી જ દુઃખ આવે છે. એટલે પાપનો નાશ થવાથી આપોઆપ દુઃખનો નાશ પણ થઈ જાય છે. વળી મારા એ પરમાત્મા કેવા છે ? वन्दनाद् वाञ्छितप्रदः / અર્થ : ‘એમને વંદન કરો ને ભવોભવ સુધી વાંછિત-ઈચ્છિત મળે છે.” વળી મારા એ પરમાત્મા કેવા છે ? લગની લાગી છે પ્રભુ ! તારા મિલનની... ------------- 9.