________________ ભગવંત ! આપની પરાકાષ્ઠાની કરુણા, અદ્વિતીય કક્ષાનું પરાર્થકરણ, પરાકાષ્ઠાનો યોગવૈભવ, લોકોત્તર ધર્મસામ્રાજ્ય, અચિંત્ય પ્રભાવ, ક્ષાયિકભાવની વીતરાગતા, સર્વજ્ઞતા, યથાર્થવાદિતા, લોકહિતકારિતા વગેરે અગણિત ગુણોને જ્યારે આંખ સામે લાવું છું અને એ પ્રત્યેક ગુણોને હૃદયસ્થ બનાવીને મારા આત્માને જ્યારે એનાથી ભાવિત કરું છું, ત્યારે એમ થાય છે કે, મારા આ નાથને, મારા આ પ્રભુને હું કોની સાથે સરખાવું? વિશ્વમાં જે કોઈ પણ વિશિષ્ટ ભાવોને જોઉં છું. તે પછી સજીવ હોય કે નિર્જીવ વસ્તુ સ્વરૂપે હોય કે વ્યક્તિ સ્વરૂપે; તરત મને મારા પ્રભુને, મારા નાથને એની સાથે સરખાવવાનું મન થઈ આવે છે. પણ મારા પ્રભુની મહાનતા-વિશેષતા જોતાં એ બધા જ સરખામણીનાં રૂપો જ્યારે વામણાં દેખાય છે, ત્યારે મારું મન આ સરખામણીમાંથી પાછું ફરે છે. પણ પ્રભુ ! તો ય મારું મન આ સરખામણી કરવાની ટેવ છોડી શકતું નથી. તો હું મારા નાથને કોની સાથે સરખાવું? શું ચિંતામણિ સાથે સરખાવું? શું કામધેનુ સાથે સરખાવું ? શું કલ્પવૃક્ષ સાથે સરખાવું? શું કામઘટ સાથે સરખાવું ? શું સૂરજ સાથે સરખાવું ? શું ચાંદ સાથે સરખાવું ? શું મેરુ સાથે સરખાવું ? કોની સાથે સરખાવું ? બાળક જેવી બાલીશ ચેષ્ટા કરતાં ક્યારેક એમ લાગ્યું કે, મારી સરખામણી બરાબર છે, પણ જ્યારે વાસ્તવિકતા પીછાણી ત્યારે થયું કે, “ના, મારા નાથની કોઈની સાથે તુલના ન થઈ શકે. મારો નાથ કેવો? એ એના જેવો જ! એના જેવું કોઈ નહીં અને એ કોઈના ય જેવો નહીં. પણ અજ્ઞાન જગતને મારે મારા પ્રભુની ઓળખ આપવી શી રીતે ? એમને સમજવા-સમજાવવા માટે કોઈને કોઈક ઉપમા તો જોઈએ જ ને ? બાળકે દરિયો જોયો. મા-બાપ પાસે આવ્યો. મા-બાપ પૂછે - “બેટા ! શું જોયું ?' બાળક કહે, ‘દરિયો જોયો.” મા-બાપ કહે - ‘બેટા ! દરિયો કેવો હતો ?' બાળક કહે - - - - - - - - - -- -- -- -- -- -- -- -- 71 અંજનશલાકાનાં રહસ્યો