________________ ત્યાર બાદ આઠે આઠ મહાપ્રાતિહાર્યનું પણ એમાં દર્શન કરવાનું છે. अशोकवृक्षः सुरपुष्पवृष्टि - दिव्यो ध्वनिश्चामरमासनं च / भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणां / / આ શ્લોકમાં આઠે પ્રાતિહાર્યોનાં નામો મૂકવામાં આવ્યા છે. પ્રભુના પરિકરમાં ઉપરના ભાગમાં પાંદડાની શ્રેણી બતાવેલી હોય છે. કેટલેક ઠેકાણે સ્વતંત્ર વૃક્ષ-ચૈત્યવૃક્ષ પણ બતાવવામાં આવેલું હોય છે, એ જોઈ અશોકવૃક્ષનું ધ્યાન કરવાનું છે. પરિકરની ઉપરની બાજુમાં બન્ને તરફ માળાધારી દેવો હોય છે, તે જોઈ દેવતાઓ દ્વારા કરાતી પુષ્પવૃષ્ટિનું ધ્યાન ધરવાનું છે. એની બાજુમાં જ વાંસળીવાદક દેવોના દર્શન કરી પ્રભુના દિવ્યધ્વનિ પ્રાતિહાર્યનું ધ્યાન કરવાનું છે. પરિકરમાં મૂળ નાયકની જમણી ડાબી બાજુ બે ચામરધારી દેવો કોતરેલા હોય છે, તેને જોઈ ચામર પ્રાતિહાર્યનું ધ્યાન કરવાનું છે. પ્રભુની પ્રતિમાની નીચેની ગાદી એટલે સિંહાસન નામનું પ્રાતિહાર્ય. તેનું ધ્યાન કરવાનું છે. પ્રભુના મસ્તકની પાછળ વલયાકૃતિ ભામંડળ હોય છે, તે જોઈ પરમાત્માના ભામંડળ પ્રાતિહાર્યનું પણ ધ્યાન કરવાનું છે. પરિકર ઉપર બન્ને બાજુમાં અથવા એક બાજુમાં ઢોલ કે દુંદુભી વાદક દેવો બનાવેલા હોય છે, તેને જોઈ દેવદુંદુભિ પ્રાતિહાર્યનું ધ્યાન કરવાનું છે. પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર હોય છે. તેને નીરખી છત્રત્રય પ્રાતિહાર્યનું ધ્યાન કરવાનું છે. આ આઠે મહાપ્રાતિહાર્યનું ધ્યાન કરવા દ્વારા પરમાત્માના અરિહંત સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. પ્રભુ દેવ રચિત સમવસરણમાં પધારવા માટે જ્યાં પગ ઉપાડે ત્યાં નીચે સુવર્ણ કમળો રચાઈ જાય. જ્યાં સિંહાસન ઉપર બિરાજમાન થાય, તેના ઉપર પ્રભુની કાયાથી 12 ગુણું ઊંચુ અશોકવૃક્ષ રચાઈ જાય. તેની ઉપર પરમાત્માને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું તે વૃક્ષ ગોઠવાઈ જાય, તેને ચૈત્યવૃક્ષ કહે છે. ચારે દિશામાં ચાર વેદિકા હોય છે, તેમાં પૂર્વ વેદિકા (સિહાસન) ઉપર પરમાત્મા બિરાજમાન થાય. -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન 17