________________ (અજ્ઞાન) રહિત અવસ્થા અર્થાત્ કૈવલ્ય અવસ્થાનું ધ્યાન ધરવાનું હોય છે. પાછું આ ધ્યાન એમને એમ જોવા માત્રથી આવી જતું નથી. તેને માટે સતત એ માટેનો અભ્યાસ પાડવો પડે માટે જ તિજયપહૂત્ત સ્તોત્રમાં અને ચૈત્યવંદન ભાષ્ય વગેરે ગ્રંથોમાં એના માટે પ્રયત્નપૂર્વક ધ્યાન કરવું - એવું લખવામાં આવ્યું છે. તમે એ ગ્રંથોનો અભ્યાસ કર્યો હોત તો તમને આ વાતનો ખ્યાલ હોત. ચૈત્યવંદન ભાષ્યમાં દશત્રિકની પણ વાત આવે છે. એમાં ત્રણ નિશીહિ, ત્રણ પ્રદક્ષિણા વગેરે ત્રિક એટલે ત્રણ-ત્રણના જોડલાવાળી ક્રિયાઓ અને એવી ક્રિયાઓ દશ છે, માટે એ દશત્રિક તરીકે ઓળખાય છે. એનો પણ પરમાર્થ પરમાત્મા સાથે એકાકારતા અર્થાત્ ધ્યાનની પ્રાપ્તિ કરાવવાનો જ છે, એમ વિચારકને જણાયા વિના ન રહે. ત્રણ નિશીહિમાં - બધાથી એટલે દુનિયાના તમામ પાપ વ્યાપારોથી, દેરાસર સંબંધી કામકાજથી અને દ્રવ્યપૂજા સંબંધી કામકાજથી અળગા થઈ માત્ર પરમાત્મા અને તેમના અલૌકિક ગુણો સાથે જોડાણ કરવું. તે પણ ધ્યાનની પ્રાપ્તિ માટે થાય છે. ત્રણ પ્રદક્ષિણામાં સંસારની ચારે ગતિઓમાં કરેલા ભ્રમણનો ત્યાગ કરી પરમાત્મામાં જ રમણ કરવાના એકમાત્ર ઉદેશ્યથી એ પરમાત્માની આજુબાજુ પ્રદક્ષિણા આપવાની હોય છે. ત્રણ પ્રણામ - એમાં પરમાત્માને પોતાના મન-વચન-કાયાના તમામ યોગોનું સમર્પણ કરવાનું હોય છે. ત્રણ દિશા ત્યાગ - બધેથી નજર હટાવી માત્ર પરમાત્મા ઉપર જ પોતાની નજર સ્થિર કરવાની આમાં હોય છે. ધ્યાનની પરિપ્રાપ્તિ માટે જ . ત્રણ અવસ્થાનું ચિંતન –પરમાત્માની પિંડસ્થ અવસ્થા, પદસ્થ અવસ્થા અને રૂપાતીત અવસ્થાનું ચિંતન અને એમાંથી પિંડસ્થ અવસ્થામાં પરમાત્માની બાલ્યાવસ્થા, રાજ્યવસ્થા અને શ્રમણાવસ્થા, આ ત્રણ અવસ્થાનું ચિંતન કરવાનું હોય છે. ત્યારબાદ પરમાત્માની કેવળજ્ઞાન પ્રાપ્તિ પછીની અવસ્થા-સમવસરણસ્થ દેશનાદાતા તરીકેની અવસ્થાનું ચિંતન એ બીજી પદસ્થાવસ્થા આવે અને ત્રીજી રૂપાતીત અવસ્થા. એમાં પરમાત્માની સિદ્ધ અવસ્થાનું ચિંતન આવે. આ રીતે પરમાત્માની દરેકે દરેક અવસ્થાઓથી આત્માને ભાવિત કરવાનો છે. એ ચિંતનભાવનામાંથી જ ધ્યાન પ્રગટે. -- - પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન -- -- -- 65