________________ કરવો જોઈએ. વૈયક્તિક આગ્રહ બાંધીને વિચાર કરવો તે સાધક માટે યોગ્ય નથી. સાધના કરવી હોય તો જિનવચનો સમજવા જોઈએ. આજ્ઞા વિરુદ્ધ મંતવ્ય બાંધવું તે ખામી છે. વર્તમાનકાળમાં જો કોઈ આપત્તિ હોય તો, શ્રાવક વર્ગ અજ્ઞાન બન્યો છે, તે છે. તમે થોડુંક ભણ્યા હોત તો આજે શાસનની જાહોજહાલી જુદી જ હોત. તમને તરવા માટે જહાજ મળ્યું છે, તેમાં બેસીને તરવાનું છે. આજ પછી આ પરમાત્માની ભક્તિ કઈ રીતે કરવી? પરમાત્માની દ્રવ્યભક્તિ કઈ રીતે કરવી ? પરમાત્માની ભાવભક્તિ કઈ રીતે કરવી ? તે માટે જો ચૈત્યવંદનભાષ્ય દરેક પુણ્યાત્મા ભણી લે તો પરમાત્માની પ્રતિમામાં પ્રતિમા નહિ પણ પરમાત્માના દર્શન થાય. ઘણા પુણ્યાત્મા પરમાત્માની પ્રતિમાના દર્શન કરે છે, પરમાત્માનાં નહિ. ઘણા આંગીનાં દર્શન કરે છે, પરમાત્માનાં નહિ તો ઘણાને આંગી પણ દેખાતી નથી. આજ્ઞા અને આદર ભૂલાયા એટલે વીતરાગ પરમાત્માનું મહત્ત્વ ગૌણ થયું અને દેવ- દેવીનું મહત્ત્વ વધ્યું છે. દેવ-દેવી પાસે દોઢ પગે દોઢ કલાક ઊભો રહે અને પરમાત્મા પાસે દોઢ મિનિટ પણ ન ઊભો રહે, આ પરમાત્માની ભક્તિ નથી આશાતના છે. તેનો ખ્યાલ આપણને રહેવો જોઈએ. આ રૂડો અવસર આવ્યો છે તેમાં સમજીને દ્રવ્યભક્તિ કરો તો તે ભાવભક્તિનું કારણ બને. જે સર્વવિરતિ સ્વીકારે તે ધન્ય છે. સર્વવિરતિ સ્વીકારવાની જેની શક્તિ નથી, તે દેશવિરતિ સ્વીકારે, તે પણ શક્તિ નથી. તે સમ્યગ્દર્શનને નિર્મળ કરવાનો પ્રયત્ન કરે. સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તેને માટે જિનમંદિર બંધાવવું, જિનબિંબ ભરાવવું, જિનબિંબના દર્શન કરવાં તે ઉત્તમ. આ રૂડા અવસરને પામ્યા અને તેની આજે પૂર્ણાહુતિ પણ થઈ. આટલા દિવસમાં અમારાથી વીતરાગની આજ્ઞા વિરુદ્ધ, જાણતા-અજાણતાં કાંઈ પણ આચરણ થયું હોય તો કાંઈપણ બોલાયું હોય તો અમારા આત્મકલ્યાણ માટે અમારે મિચ્છા મિ દુક્કડ દેવો જ જોઈએ. તમારે પણ વીતરાગ પરમાત્માની આજ્ઞાથી વિપરીત કાંઈપણ થયું હોય તેનો મિચ્છા મિ દુક્કડ દેવો જ જોઈએ. પછી વીતરાગ પરમાત્માની આજ્ઞા શું છે તે ધર્મશાસ્ત્રના દર્પણમાં જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ અને તે રીતે વર્તવાનો નિર્ધાર પણ કરવો જ જોઈએ. પરમાત્માના શાસનનું સત્ય નાનું હોય કે મોટું હોય પણ દરેકનું સરખું જ મહત્ત્વ છે. કોઈ પણ સત્ય નાનું નથી. આંખ તદ્દન નાની છે, છતાં તેનું મૂલ્ય કેટલું છે. શરીરના કોઈપણ અંજનશલાકાનાં રહસ્યો 58