________________ મહામૂર્ય સમ તેજસ્વી શોભે, ઘર્મચક્ર સમીપમાં, ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસાર દિગંતમાં; ચોમેર જાનું પ્રમાણ પુષ્યો, અર્થ જિનને અર્પતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. જ્યાં દેવદુંદુભિ દોષ ગજ્વ, ઘોષ ત્રણાલોકમાં, ત્રિભુવન તણા સ્વામીતણી, સૌ એ સુણો શુભદેશના; પ્રતિબોઘ કરતા દેવ, માનવ ને વળી તિર્યંચને, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આ શ્લોકમાં વિશ્વકલ્યાણકર પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માનો મહિમા કેટલો અચિંત્ય કોટિનો છે, તે સ્વયં જીવનમાં અનુભવ્યા બાદ પરમાત્મ સ્તવનના સ્વરૂપમાં એનું ગાન કરી રહ્યા છે. જગતમાં જેટલા પણ શ્રેષ્ઠ પદાર્થો છે, તે સઘળાની ઉપમા અપાય તો પણ ઓછી પડે તેવો પ્રભાવ શ્રી અરિહંતોનો છે. જગતમાં સર્વાંછિતને પૂરનાર કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ અને ચિંતામણિરત્ન ગણાય છે. આ બધાનો ય પ્રભાવ એકઠો કરવામાં આવે તો પણ પરમાત્માના પ્રભાવની તોલે ન આવી શકે એવો અરિહંત પરમાત્માનો પ્રભાવ છે. કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ કે ચિંતામણિ પણ આપી આપીને આપે તો ય આ લોક સંબંધી ભૌતિક સામગ્રી જ આપવાની તાકાત ધરાવે છે, વધુમાં વધુ એક ભવનાં દુઃખોનું હરણ કરી એક ભવ પૂરતાં જ સુખની ભેટ આપવાની તાકાત ધરાવે છે. એ પણ જેની પાસે પુણ્યની મૂડી હોય તેને જ એ સુખ આપવાની તાકાત ધરાવે છે. પરંતુ એ પુણ્યને પેદા કરી આપવાની, એક ભવ કરતાં વધુ ભવમાં દુ:ખને હરી સુખને પ્રાપ્ત કરાવી આપવાની તેમજ સૌથી શ્રેષ્ઠ એવું જે આધ્યાત્મિક સુખ છે, તે આપવાની તાકાત તો એ ચારે પૈકી કોઈમાં ય નથી. એની સામે પરમાત્મા એ બધું જ આપે છે. આ ભવનાં દુઃખ દૂર કરી આપે છે, તેમ પર ભવનાં દુ:ખોને પણ દૂર કરી આપે છે. આ લોકમાં સુખ મેળવી આપે છે તેમ પરલોકમાં ય સુખ મેળવી આપે છે. આ ભવમાં પુણ્ય સર્જી આપે છે અને પરલોકમાં પણ પુણ્યને સર્જવાની ભૂમિકા કરી આપે છે. દુઃખની પ્રાપ્તિનું મૂળ જે પાપ, તેનો નાશ 12 અંજનશલાકાનાં રહસ્યો