________________ નાનામાં નાના અંગનું પણ મૂલ્ય છે, તે જ રીતે અરિહંત પરમાત્માની એક પણ વાત નાની છે' તેમ કરીને તેની ઉપેક્ષા ન થવી જોઈએ. પરમાત્માએ કહેલી દરેક વાત તે નાની હોય કે મોટી, દરેકનું મૂલ્ય સરખું જ છે. - જ્ઞાનની વાત આવી ત્યાં કહ્યું કે ઓછા જ્ઞાનવાળો પણ તરે. વધારે જ્ઞાનવાળો પણ તરે - વ્રતના સ્વીકારની વાતમાં લખ્યું છે કે, સર્વવિરતિવાળો પણ કરી શકે, દેશવિરતિધર પણ કરી શકે, બાર વ્રતવાળો પણ કરી શકે, એક વ્રતવાળો પણ તરી શકે. એકવ્રત પણ એગવિહં એગવિહેણું હોય તો પણ તરી શકે. પણ જ્યાં સમ્યગ્દર્શન-સમ્યક્ત કે શ્રદ્ધાની વાત આવી, વીતરાગ પરમાત્મા પરના સમર્પણની વાત આવી, ત્યાં 1OO વાતમાંથી 99 માને 1 વાત પણ જો ન માને તો મિથ્યાત્વનો દોષ લાગે છે, તેમ પરમાત્માએ કહ્યું છે. જ્ઞાનમાં - ચારિત્રમાં છૂટ આપી. દેશવિરતિમાં છૂટ આપી. સમ્યગ્દર્શનમાં ક્યાંય છૂટ ન આપી. ‘તમેવ સä નિઃસંવં, ગં નિહિં પવે' અર્થ : ‘તે જ સાચું અને શંકા વગરનું કે જે શ્રી જિનેશ્વરે પ્રરૂપ્યું છે.' કોઈના પણ માટે કોઈપણ અભિપ્રાય આપીએ તો ચાલી શકે ? સર્વજ્ઞ પરમાત્મા માટે ગમે તે અભિપ્રાય આપીએ તો ન ચાલી શકે. સર્વજ્ઞના શાસ્ત્રો માટે કોઈપણ અભિપ્રાય આપીએ તે ન ચાલી શકે, ત્યાં માત્ર શ્રદ્ધા ને સમર્પણ જ જોઈએ. આજે અમારી અને તમારી ભૂમિકા પ્રમાણેની આ વાત કરી. આ રૂડા અવસરને પામીને અમે ચારિત્રનું અને તમે શ્રાવકપણાનું સુંદરમાં સુંદર આરાધન કરી આત્મવિકાસ સાધી આત્માના પૂર્ણ સ્વરૂપ-મુક્તિને પામીએ એ જ અભિલાષા સાથે પૂર્ણ કરવામાં આવે છે. અંજન પ્રતિષ્ઠા પછીનું પ્રવચન