________________ મનમાં પેદા થઈ હશે, તેના માટે આ શ્લોક ઉપયોગી છે. પરમાત્મા કહી રહ્યા છે કે ચાર વસ્તુ દુર્લભ છે - 1- મનુષ્યપણું 2- જિનવાણીનું શ્રવણ 3 - જિનવચન પ્રત્યે શ્રદ્ધા અને 4- સંયમમાં પુરુષાર્થ. આ સાધના માર્ગ જેમણે દર્શાવ્યો છે, તે પરમ તારક પરમાત્માની પ્રાણપ્રતિષ્ઠાનો રૂડો પ્રસંગ તમારા આંગણે ભાવોલ્લાસપૂર્વક ઉજવાયો છે. ઘણા પરિવારો તેમાં જોડાયા. શાસ્ત્રકારો કહે છે કે, જે નગરમાં જે સ્થાનમાં, જે ભૂમિમાં પરમાત્માના મંદિરની, પરમાત્માના જિનબિંબની પ્રતિષ્ઠા થાય છે, તે ગામની, તે નગરની ત્યાં વસતા પુણ્યાત્માઓની પ્રત્યેક પ્રકારે સમૃદ્ધિ વધે છે. કલ્પવૃક્ષની જેમ અંતર અને બાહ્ય બંને પ્રકારનો વૈભવ ફેલાય છે અને તેનાં મૂળીયા વટવૃક્ષની જેમ ફેલાયા વિના રહેતા નથી. પણ જેમણે સાચા ભાવે, નિઃસ્વાર્થ ભાવે, પરમાત્મા પ્રત્યેના અનન્ય ભાવથી આ અનુષ્ઠાન કર્યા હોય તે ક્યારે ય ભૌતિક સુખમાં લેવાતા નથી. પરમાત્માની આજ્ઞાને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવામાં ન આવે તો પરમાત્માની પ્રતિષ્ઠા થતી જ નથી. કારણ કે ધર્મ આજ્ઞામાં છે. પરમાત્મા હૃદયમાં પ્રતિષ્ઠિત થવા જોઈએ. પરમાત્માની આજ્ઞા હૃદયમાં પ્રતિષ્ઠિત થવી જોઈએ. ઘણીવાર અજ્ઞાનતાને કારણે આપણે આપણી કલ્પના મુજબના વિધિ-નિષેધો કલ્પી લેતા હોઈએ છીએ. કલ્પના મુજબના આરાધના માર્ગો કલ્પી લેતા હોઈએ છીએ. પણ શાસ્ત્રનો નિયમ છે કે, જેને ધર્મશાસ્ત્રનું જ્ઞાન ન હોય તેને ધર્મની બાબતમાં નિર્ણય કરવાનો અધિકાર હોતો જ નથી. જેને શાસ્ત્રનું જ્ઞાન નથી, તેનું હૃદય હંમેશા ખુલ્લું રહેવું જોઈએ. મારા પરમાત્મા શું કહે છે? મારા પરમાત્માની આજ્ઞા શું કહે છે ? તે તેણે સતત વિચારવું જોઈએ. | નાનામાં નાની આરાધનામાં નાનામાં નાના નિયમમાં ત્રણ વસ્તુ સાચવવી જોઈએ. આરાધનામાં આજ્ઞાનું પાલન ન હોય, જયણાનું પાલન ન હોય અને વિધિનું પાલન ન હોય તે ક્રિયા જૈનશાસનની ક્રિયા રહેતી જ નથી. આપણામાંથી આપણો આત્મા નીકળી જાય તો આ ખોખાની કિંમત કેટલી? તો તે જ રીતે દેખીતું અનુષ્ઠાન ગમે તેટલું સુંદર હોય પણ તે ક્રિયામાંથી જો આજ્ઞા નીકળી જાય, વિધિ નીકળી જાય અને જયણા નીકળી જાય તો તે ક્રિયાનું મહત્ત્વ કેટલું? પ્રાણ વિનાના ખોખા જેટલું જ. તમે પરમાત્માની પ્રતિષ્ઠા કરી. હવે પરમાત્માની આજ્ઞાની પ્રતિષ્ઠા કરવાની જરૂર છે. તમારી જવાબદારી ઘણી વધી જશે. આ શું ચીજ છે, તે સમજવાનો પ્રયત્ન અંજન પ્રતિષ્ઠા પછીનું પ્રવચન પ૭