________________ ખેલ-ક્રિડા, વાર્તા-વિનોદ વગેરે કર્યા હોય, વર્ષોના વર્ષો સુધી અને કેટલાક પરમાત્માના આયુષ્ય તો પૂર્વના મોટા હતા, તેમની સાથે પૂર્વના પૂર્વ વર્ષો સુધી સાથે રહ્યા હોય, એમના પ્રત્યે સ્નેહનો મજબૂત તાણો-વાણો બંધાઈ ગયો હોય એમને પ્રભુના વિરહથી કેવી કેવી સંવેદના જાગી હશે, એ જો કે સમજવા માટે આપણે પૂર્ણતઃ સક્ષમ નથી જ છતાં આવા પ્રસંગોના માધ્યમે, અંશે અંશે પણ કલ્પના કરી શકીએ તેમ તો જરૂર છે જ. માત્ર ત્રણ જ કલ્યાણકની ઉજવણી જે બિંબ ઉપર હજી થવા પામી છે, તે બિંબ પણ આટલા બધા દર્શકોમાં આવી સંવેદના પ્રગટાવવા સમર્થ બનતું હોય તો, જે બિંબ ઉપર પાંચે પાંચ કલ્યાણકો ઉજવાશે એ સિદ્ધ થયેલ બિંબ કેવી સંવેદના પ્રગટાવશે ? આવતીકાલે કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકની ઉજવણી થયા બાદ બિંબની તારક પ્રતિષ્ઠા દેરાસરજીમાં કરવામાં આવશે. પણ એ પહેલા એ પરમાત્માની પ્રતિષ્ઠા તમારા-અમારા હૈયામાં કરવાની છે. માટે જ આ બધો પ્રસંગનો વ્યાપ ગીતાર્થોએ યોજ્યો છે. જે મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા થવાની તેમના નામનો જાપ દરેક પુણ્યશાળીએ કરવાની વિધિ છે. જ્યાં જિનમંદિર નાનું હોય ત્યાં પણ બધાના હૈયાં વિશાળ હોવાં જોઈએ. બધાને ભાવના-ઉમંગ હોય કે હું પણ હાજર રહી પ્રતિષ્ઠા નિરખું, પણ જ્ઞાનીઓ કહે છે, સાંકડા ભાઈ પર્વના દા'ડા એમ કહેવત છે. પણ તે કાયા અને સમય માટે કદાચ લાગુ પડે, પણ હૈયાં માટે નહિ. પર્વ દિવસોમાં સૌનાં હૈયાં વિશાળ-ઉદાર બનવાં જોઈએ. પ્રતિષ્ઠા વખતે બીજી પણ કેટલીક સાવધાની રાખવાની છે. મુહૂર્ત સમયે દરેક બિંબ ઉપર સૂરિમંત્રાધિષ્ઠિત વાસક્ષેપ આચાર્યો કરવાનો હોય છે, એટલે એ વખતે બધાએ બાજુમાં ખસી જવાનું છે. કેમકે સમય થોડો છે, એ સમયમાં દરેક બિંબ ઉપર આ મહત્ત્વપૂર્ણ વિધાન થઈ જવું જ જોઈએ. ૐ પુષ્પાદં પુળ્યાહં પ્રિયંતાં પ્રિયંતામ્ નો ગગનભેદી ઘોષ ગજવવાનો છે. સમગ્ર વાતાવરણ પ્રભાવિત બનવું જોઈએ. કારણ સૌના મંગલ-કલ્યાણ માટેની આ પ્રતિષ્ઠા છે. જિનાલયની બહાર રહેલા પણ હૈયાથી પ્રભુને આત્મઘરમાં લાવી પ્રતિષ્ઠા કરી શકે છે. જ્ઞાનીઓ એને જ સાચી પ્રતિષ્ઠા કહે છે. માટે જ પૂ. ઉપાધ્યાયજી મહારાજ તો પ્રભુ સાથે જાણે ઝઘડો માંડી બેઠા છે. એ કહી રહ્યા છે... | ‘લવું પણ હું તમ મન નહિ માવું રે, જગગુણ તમને દિલમાં લાઉ રે. - - - - - - દિીક્ષા કલ્યાણક