________________ જોઈએ. એ દ્વારા પોતાના જીવનમાં પણ યોગસામ્રાજ્ય પામવાનો મનોરથ જોઈએ. તો આ પ્રસંગ ફળે, એમાં ક્યાંય કુતૂહલવૃત્તિ કે સંસારના રંગરાગને પોષવાની વૃત્તિ ન જોઈએ. જો આટલું થાય તો આ પ્રસંગ તમારા માટે પણ સાર્થક બને, એમાં હાજરી આપી એ અમારા માટે પણ સાર્થક બને. આ દરેક ક્રિયાઓ માંત્રિક વિધાનપૂર્વક કરાય છે. પ્રભુના લગ્નનો ઉત્સવ એ કુતૂહલ પોસવા માટે નથી. ચ્યવન કલ્યાણક વિધિમાં અનેક મંત્રો, અંગન્યાસો કરીને બિંબને સજીવન કરાતું હોય છે. ત્યાર બાદ જન્મ કલ્યાણક વગેરે દરેક પ્રસંગોમાં અનેક માંત્રિક વિધાન પૂર્વક ક્રિયાઓ કરાતી હોય છે. ઘણાને પ્રશ્ન થતો હશે કે આને અને શાસ્ત્રને સંબંધ શો ? પણ એમને ખબર નથી કે શાસ્ત્રોમાં - વિધિના ગ્રંથોમાં આ દરેક વિધિના જુદા જુદા મંત્રો આપેલા છે. તેના સંસ્કાર કરીને આ ક્રિયા કરાતી હોય છે. પરમાત્માના જીવનમાં બનેલી અનેક ઘટનાઓ પૈકી જ એક મહત્ત્વપૂર્ણ ઘટના પરમાત્માના લગ્નની છે, જેની ઉજવણી આજે અત્રે કરાઈ છે. સંસાર ત્યાગી સાધુ ભગવંતો કોઈના ય લગ્નમાં જાય નહિ. જેમ લગ્નમાં જાય નહિ તેમ એના આશિષ પણ એ આપે નહિ. પણ અંજનશલાકા દરમ્યાન તીર્થકરના લગ્નની કરાતી આ વિધિ ધર્માચાર્યના સાંનિધ્યમાં જ થાય છે. કારણ એ લગ્ન ભોગ માટે ન હતું, પણ ભોગ કર્મના ક્ષય માટે જ હતું. સંસારીઓ સુખને મજેથી ભોગવે છે અને દુઃખને ન છૂટકે વેઠે છે, જ્યારે પરમાત્મા દુઃખને મજેથી ભોગવે છે અને સુખને ન છૂટકે વેઠે છે. સંસારીઓ સુખને આમંત્રણ આપે છે અને દુઃખને જાકારો આપે છે, જ્યારે પરમાત્મા દુઃખને આમંત્રણ આપે છે અને સુખને જાકારો આપે છે. આજના પ્રસંગની ઉજવણીમાં એક ગીત પણ ગવાશે. આ લોજ છે બંઘન નથી, પણ મુક્તિનો એકરાર છે.” આ ગીતના જે ભાવો છે - શબ્દો છે તે માત્ર વીતરાગ પરમાત્મા માટે જ બોલી શકાય તેમ છે. મારા પરમતારક ગુરુદેવશ્રીનું “પ્રભુને લગ્ન કેમ કરવાં પડ્યાં ?" એ વિષયનું વ્યાખ્યાન સાંભળી જે ભાવો સ્ફર્યા એના આધારે સંગીતકાર ગજાનન ઠાકુરે આ ગીત બનાવ્યું હતું, અદ્ભુત એના ભાવો છે. સંસાર રસિકોનાં લગ્ન તો બંધન જ છે અને એમાં સંસાર ભ્રમણનું જ મૂળ પડેલું છે. સંસારીના લગ્નનાં પરિણામ અત્યંત દારૂણ હોય છે. સંસારીના લગ્નની દારૂણતા બતાવી છે પૂજ્ય આચાર્ય શ્રી ગુણચંદ્રસૂરિજીએ મહાવીર ચરિયું નામના અદ્ભુત ગ્રંથમાં ! એમાં લગ્નની એક પ્રભુનો લગ્નોત્સવ 41