________________ માટે શ્રેષ્ઠ આલંબનરૂપ શ્રી અરિહંત પરમાત્માનાં બિંબો છે. પરંતુ અરિહંત પરમાત્માની પ્રતિમા ભરાવો એટલા માત્રથી એમાં અરિહંતપણું ક્યારે ય પ્રસ્થાપિત થતું નથી. વીતરાગ શાસનની મર્યાદાઓ અનુપમ છે. પરમાત્માની પ્રતિમાનું નિર્માણ કરાવ્યા બાદ પણ તેમાં જ્યાં સુધી ભગવદ્ ભાવ પેદા કરવામાં ન આવે ત્યાં સુધી એ પ્રતિમામાં ભવસાગર તારવા માટે અનિવાર્ય એવા પ્રભાવનું પ્રગટીકરણ થતું નથી. માટે જ અંજનશલાકા મહોત્સવ દરમ્યાન વિશિષ્ટ માંત્રિક વિધિવિધાન સાથે શ્રી અરિહંત પરમાત્માના બિંબને અરિહંત-તીર્થંકરપણાની તમામ અવસ્થાઓમાંથી પસાર કરવામાં આવે છે. તે તે અવસ્થામાંથી બિંબને પસાર કરવાથી તે તે પ્રકારના ભાવોનું તે બિંબમાં જાગૃતિકરણ થાય છે. દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ જેને થયો હોય તેને આ બધી બાબતો જરૂર અનુભવમાં આવી શકે. તમને પણ જો દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો હશે તો આ વાત તમારા અનુભવમાં પણ આવી હશે. પહેલા કલ્યાણકની ઉજવણી વખતે બિંબનાં દર્શને જે ભાવ પેદા થયા તેથી બીજા-ત્રીજા કલ્યાણકોની ઉજવણી બાદ ચોક્કસ ફેરફાર જાણવા મળ્યો હશે ? આ વિશિષ્ટ ભાવના પ્રગટીકરણ પાછળ સુવિશુદ્ધ વિધિ-વિધાનો-મંત્રન્યાસો અને વિવિધ તીર્થજળ-ઔષધિઓનો વિધિવત્ પ્રયોગ જેમ કારણ હોય છે, તેમ પ્રતિષ્ઠાચાર્ય આચાર્યોની સાધનાનો ધબકતો પ્રભાવ પણ કારણ હોય છે. એ દિવસોમાં કરાતા વિધિ વિધાનમાં પ્રતિષ્ઠાચાર્યોએ પણ વિશિષ્ટ ભાવોમાંથી પસાર થવાનું હોય છે. ભગવદ્ભાવની સંપ્રાપ્તિ કરવા માટે ધ્યાનની ઉચ્ચ સાધનાના માધ્યમથી પોતે વીતરાગ- સ્વરૂપ સાથે તાદામ્ય સાધવાનું હોય છે. શાસ્ત્રોમાં તવેત્તે તમ્મને, ત , તદુર્વાસ અને થિ તદ્દi | જેવા શબ્દોથી આ વાતને ધ્વનિત કરવામાં આવી છે. આ પ્રસંગે વીતરાગ પરમાત્માનું જીવન પણ જાણવું અપ્રાસંગિક નહિ કહેવાય. પ્રભુ માતાના ઉદરમાં આવે ત્યારથી નિર્મળ મતિ-શ્રુત અને અવધિજ્ઞાનથી સંયુક્ત હોય છે. એમને યોગની છઠ્ઠી દૃષ્ટિનો નિર્મળ બોધ હોય છે. વિવેક એમનો અનુપમ હોય છે. લક્ષ્ય એમનું એકમાત્ર કર્મના ક્ષયનું હોય છે, એ માટે જ વીતરાગતાસર્વજ્ઞતા પામી જીવમાત્રનો ઉદ્ધાર કરવાનું એમનું ધ્યેય હોય છે. જગતથી સર્વથા નિરાળા હોય છે. છતાં માતા-પિતાના અનુરોધથી અને સ્વજન-મિત્રોના આગ્રહથી બાહ્ય રમત-ગમત-ખેલ-ક્રિડા વગેરેમાં પ્રવર્તે છે. એ લોકો એમની સાથે જે પણ -- -- 44 અંજનશલાકાનાં રહસ્યો -- -- -- -- --