________________ વ્યવહાર કરે જો એ ઉચિત હોય તો એમને કરવા દે છે. માટે જ જ્યારે એ નાના હોય અને માતા-પિતાદિક-ઘોડીયામાં ફુલરાવવા માગે તો પરમાત્મા એમને ફુલરાવવા ય દે. કોઈ રમાડે તો રમાડવા ય દેઈન્દ્રો મેરુ ગિરિ પર અભિષેક કરવા લઈ જવા માગે તો લઈ જવા દે. આ બધું જ કરવા દે છતાં પરવાળાની જેમ અંતરથી સાવ જ નિરાળા રહે. એઓ લગ્ન કરતા હોય કે રાજ્યની ધુરાને પણ વહન કરતા હોય તે તેવા પ્રકારના નિકાચિત કર્મનો ઉદય હોય તો જ અને એ પણ કર્મનો ક્ષય કરવા માટે જ. માટે જ જે તીર્થકરોના ભોગાવલી કર્મ નિકાચિત હોતા નથી, તેમની વૈરાગ્ય ધારા એવી પ્રબળ હોય છે કે અનિકાચિત કર્મના ભૂક્કા બોલાવી દે. લગ્નનો કે રાજ્યનો પરમાત્મા સ્વીકાર કરે નહિ પણ એ તારકનું કર્મ એ સ્વીકાર્યા વિના ખપે તેવું હોય નહિ ત્યારે જ સ્વીકારે. કારણ કે એ પરમતારક જાણતા હોય છે કે નિકાચિત ભોગાવલીના ઉદયે પ્રાપ્ત ભોગ ભોગવ્યા વિના ક્યારે ય છૂટે નહિ અને એ વિના એ કર્મ તૂટે નહિ અને એ કર્મ ન તૂટે ત્યાં સુધી વીતરાગતા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય નહિ અને જો એ ન થાય તો તીર્થંકર નામકર્મના વિપાકોદય વડે સર્વ જીવોના ઉદ્ધારનું જે કાર્ય કરવું છે તે પણ થાય નહિ અને એ ન થાય તો મુક્તિ પણ થાય નહિ. માટે જ પરમાત્મા પોતાના કર્મોદયને લક્ષ્યમાં રાખીને લગ્નને કે રાજ્યને પણ સ્વીકારતા હોય છે. એ પણ એમના માટે કર્મને મારી હઠાવવાનાં જ સાધનો બને છે. અન્ય જીવોને માટે તો જે બંધનું કારણ બની જાય, તે એમના માટે કર્મનાશનું નિમિત્ત બની જાય. કેટલાકના હાથમાં તલવાર આવે, રક્ષણ માટે તો પણ એનાથી બીજાની કે પોતાની ગરદન કાપવાનું કામ કરે તો કેટલાકના હાથમાં માત્ર લાકડી જ આવે છતાં એનાથી સ્વ-પરનું રક્ષણ કરે એમ પણ બની શકે. ભગવાન માટે પણ તેમ જ કહી શકાય. એ લગ્ન કરવા છતાં પાપકર્મથી લેવાણા નહીં. ભોગ કરવા છતાં એમની યોગ સાધના નંદવાણી નહિ. અખંડ યોગના સામ્રાજ્યમાં એઓ મહાલ્યા છે. લોક જે ક્રિયામાં ગાંડા ને ઘેલા બને એ જ ક્રિયામાં પરમાત્મા સાવ નિરાળા રહ્યા છે. એટલું જ નહિ પણ ભોગ કરીને પણ એમણે યોગ સામ્રાજ્યને જ માણ્યું છે. એ જ રીતે રાજ્યની જવાબદારી આવી તો એમાં ય નિરાળા. મોટામાં મોટું રાજવીનું પદ મળી જાય, યાવત્ ચક્રવર્તી પણ બની જાય. છતાં પ્રભુ માનને લેશ સ્પર્શે નહિ. એ પરમતારકો રાજ્ય પર આવે એટલે દુષ્ટો શાંત થઈ જાય. એમને ક્યારે પણ દંડાદિ રાજ્યનીતિનો ઉપયોગ કરવો જ પડતો નથી. પ્રભુના પુણ્ય દીક્ષા કલ્યાણક 45