________________ હતા. દીક્ષા સમયે દીપકોને ઢાંકવા ફાનસ કે હાંડીઓ પણ ન હતી. છેવટે દીક્ષાની ક્રિયામાં મુંડન કરવા માટે હજામ પણ મળ્યો ન હતો. દીક્ષાદાતા પૂ.મુ. શ્રી મંગળવિજયજી મહારાજે જાતે મુંડનનું કાર્ય કર્યું હતું. દીક્ષાના દિવસે સવારે 1012 માઈલનો વિહાર કરી આવવું પડ્યું હતું. છતાં એમણે દીક્ષા લીધી. દીક્ષા લઈને જ તેઓ રહ્યા. કારણ કે રુંધાયેલો દીક્ષાનો માર્ગ એમનાથી જ ખુલ્લો થવાનો હતો. એ માટે કોઈ પણ સંયોગમાં એમની દીક્ષા થવી અનિવાર્ય હતી. એ જ વખતે એમણે દઢ પ્રણિધાન કર્યું. જગતને માટે તરવાના આલંબન સ્વરૂપ દીક્ષા જે અત્યંત દુર્લભ બની ગઈ છે અને હું સુલભ કરું. શાસ્ત્રકાર કહે છે - જગત માટે કલ્યાણનો માર્ગ વહેતો મૂકનાર શ્રી તીર્થકર દેવોના પ્રયત્ન પાછળ જેમ તીર્થંકર નામકર્મના દળીયાં કામ કરે છે, તેમ એ કલ્યાણ માર્ગને જગત માટે સુલભ બનાવવાનો પુરુષાર્થ કરનાર પુણ્યવંતા આચાર્યાદિના પ્રયત્ન પાછળ પણ એ જ તીર્થકર નામકર્મનાં દળીયાં કામ કરે છે. માથે કફન બાંધી પ્રાણો હાથમાં લઈ એમણે એ માટે પ્રયત્નો આદર્યા અને છેવટે દેશ-વિદેશમાં દીક્ષાધર્મનો ડંકો વગાડીને-લાખોના હૈયામાં દીક્ષાધર્મની પ્રતિષ્ઠા કરીને જ એ મહાપુરુષે આ ધરતી પરનો અંતિમ શ્વાસ લઈને મૂક્યો હતો. એ મહાપુરુષની આચાર્ય પદવીની ઉજવણીનો જ આજનો દિવસ યોગાનુયોગે આપણને પ્રાપ્ત થયો છે. પરમાત્મા શ્રી વીરે તો એકલાએ જ દીક્ષા લીધી હતી. પ્રભુ પાર્શ્વનાથની સાથે 300-300 પુણ્યાત્માઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. આજે કદાચ પ્રભુ પાર્શ્વનાથની દીક્ષા ઉજવણી વખતે ત્રણસો પુણ્યાત્માઓ દીક્ષા ન લે છતાં આ પ્રસંગે કમસે કમ 300 પુણ્યાત્માઓના હૈયામાં પણ જો રજોહરણની પ્રતિષ્ઠા થઈ જાય તો પણ આ પ્રસંગ તમારા માટે લેખે લાગે. તમે કલ્પી નહિ શકો પણ વિધિ તરીકે પરમાત્માના બિબનો કેશલોચ કરવા હું જ્યારે ઉપર ગયો ત્યારે મારા પરમતારક ગુરુદેવશ્રી અંજનશલાકા પ્રસંગમાં પોતાની કમનીય અને પરમ નમનીય કાયાથી પ્રભુનો જે કેશલોચ કરતા એ પૈકીનું એક દૃશ્ય મારી આંખ સામે ઊભરી આવ્યું અને મારી આંખો ભીની થઈ ગઈ. સુરેન્દ્રનગરની અંજનશલાકાનો એ પ્રસંગ હતો. મહાવીર પરમાત્માની એ લોચવિધિ હતી. આ પ્રસંગ વખતે સુશ્રાવક પ્રાણલાલ સુંદરજી કાપડીયા ત્યાં હાજર હતા. સ્વરાજ્યની ચળવળથી જ રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા એ મહાનુભાવ હતા. જસ્મીન અને વાણિયા સિલ્ક મિલના એ માલિક હતા. દેશ-વિદેશોની દીક્ષા કલ્યાણક 49