________________ એક ક્રિયાની પાછળ સંસારના ભ્રમણની વાતો વિગતવાર સમજાવી છે. હવે આ ફેરા ફર્યા, એ ફેરા એટલે ચાર ગતિમાં ભ્રમણનું સૂચક છે. લગ્નમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે એ સૂચવે છે કે, હવે તમારા સંસારમાં આગ પ્રગટી. સાચવ્યું નહિ તો ક્યારે ભરખી ખાશે તે કહેવાય નહિ.” આ બધી વાતો સંસારીના લગ્ન માટે કહી છે. બાકી તીર્થકરોના લગ્ન માટે તો કહેવું પડે કે કોળીએ-કોળીએ કાયે રે સંસાર.” લગ્નમાં જમાતા કંસારના કોળીએ કોળીએ સંસાર કાપે તે તીર્થંકર. માટે જ સંસાર ત્યાગી આચાર્યાદિ સાધુઓ પણ આ પ્રસંગમાં ઉપસ્થિતિ. આ જોઈ કાલે તમારામાંથી કદાચ કોઈ કહે કે “મહારાજ ! અહીં લગ્નના પ્રસંગમાં આવ્યા તો મારા છોકરાનાં લગ્નમાં કેમ નહિ ? ન જ આવીએ. એટલું જ નહિ પણ લગ્નના આશીર્વાદે ન આપીએ. ઘણા તો લગ્નની કંકોતરી દેરાસરમાં ય મૂકવા લાગ્યા છે અને કેટલાક તો અમને પણ મોકલે ! સભા : સમકિતી પરણે નહિ ? એમ કહીને શું કહેવા માગો છો ? પરણાવાની વાતમાં અમારી સંમતિ લેવી છે ? સમકિતી ક્યારે ય ન પરણે, સમકિતીને પરણવું પડે. કર્મોદય જ એવો હોય કે એ નાઈલાજ હોય. સમકિતી માટે “પરણે' એવો શબ્દ પ્રયોગ એની ભાવનાને ન સમજવાનું પરિણામ છે. માટે તો સમકિતી પરણતાં પહેલાં ય સદ્ગુરુ પાસે જાય અને પરણ્યા પછી પણ સદ્ગુરુ પાસે જાય? પણ શા માટે ? પાપથી છૂટવા માટે. ‘ભગવંત! મને બચાવી લો” એમ કહેવા માટે જાય પણ ફસાવા માટે નહિ. ‘કર્મનું વોરંટ મારા ઉપર નીકળ્યું છે. તેમાંથી મને છોડાવી દો' એમ કહેવા જાય. પણ આ ક્યારે સમજાય ? હૈયામાં સમકિત પ્રગટ્યું હોય તો કે સમકિતની પૂર્વ ભૂમિકા પ્રગટી હોય તો. કારણ કે સમકિતીના ભાવને સમજવા માટે પણ હૈયામાં સમકિત હોવું જરૂરી છે. સમકિત એ પરાકાષ્ઠાનો ભાવ છે. એ કાંઈ સસ્તું નથી, રેઢું નથી કે જેને તેને, જે તે રીતે, જ્યાં ત્યાં મળી જાય. શાસ્ત્રકાર તો કહે છે સમકિત મેળવવું ય અઘરું અને મળ્યા બાદ ટકાવી રાખવું ય અઘરું. સંસાર સારો, માણવા જેવો, ઉપાદેય લાગે તો અમારું કે તમારું પણ સમકિત ગયેલું જ સમજવું. આ કલ્યાણકોની ઉજવણી આજે જે રીતે કરાય છે, તે હૈયામાં સમકિત સ્પર્યા બાદ જો કરાય તો તેનો ઉમંગ જ કોઈ જૂદો હોય. ભગવાનના જીવનની ઘટનાઓમાંથી પરમાર્થ પામી રાગભાવનો નાશ કરી વીતરાગ ભાવને તમે અમે-આપણે સૌ ભજનારા બનીએ એ જ શુભકામના. 42 અંજનશલાકાનાં રહસ્યો