________________ કરતા. ચૌદ રત્નો, નવ નિધાનો એમના અધિકારમાં હતાં. એક લાખ અને બાણું હજારનું અંતઃપુર હતું અને છવું કરોડ ગામના તેઓ સ્વામી હતા. આવી તો કેટકેટલી પરાકાષ્ઠાની ઋદ્ધિઓ એમની પાસે હતી. છતાં નમ્રતા અને વિરક્તતાને વરેલા હતા. અહીં અંજનશલાકા વિધિ દરમ્યાન એના અનુકરણરૂપે રાજ્યાભિષેકની પણ ક્રિયા કરાય છે. ભગવાન શ્રી તીર્થકરોનો સંસાર પર્યાય પૂર્ણ થવાનો સમય આવે તેના એક વર્ષ પૂર્વે નવ લોકાંતિક દેવો આવીને પ્રભુને બોધ પામવાની, સંસાર ત્યાગ કરવાની અને ધર્મતીર્થ પ્રવર્તાવવાની જેમ વિનંતી કરતા હોય છે, તેમ તેના અનુકરણ રૂપે અહીં અંજનશલાકા દરમ્યાન નવલોકાંતિક દેવ બનીને પ્રભુને બોધ પામવાની, સંસાર ત્યાગ કરવાની અને ધર્મતીર્થનું પ્રવર્તન કરવાની વિનંતી કરાતી હોય છે. આખા જગતને બોધ પમાડનાર પરમાત્માને તેઓ બોધ પમાડશે. પરમાત્માને બે હાથ જોડીને ભક્તિભર્યા હૈયે વિનંતી કરશે, ‘ભગવંત ! આપ જય પામો ! જય પામો ! આપનું કલ્યાણ થાઓ ! હે ક્ષત્રિઓમાં શ્રેષ્ઠ ઋષભ સમાન ! આપ બોધ પામો ! હે ત્રણલોકના નાથ ! આપ સઘળાંય જીવોનું હિત કરનારું, સુખ કરનારું, કલ્યાણ કરનારું, મોક્ષના કારણભૂત ધર્મતીર્થ પ્રવર્તાવો !' આ નવ લોકાંતિક દેવો એકાવનારી હોય છે. એ પરમાત્માને વિનંતી કરે ત્યારે પણ પરમાત્મા તો સ્વયંસંબુદ્ધ હોઈ બોધ પામેલા જ હોય છે. પ્રભુને બોધ પમાડવાનો હોતો નથી, પણ લોકાંતિક દેવોનો આ એક મંગળમય આચાર હોય છે. ભક્તિભર્યા હૈયે તેઓ આ આચારને આચારે છે અને પ્રભુ પણ પરમ કરુણા સભર હૈયે તેઓને તેમનો આચાર પાળવામાં સહયોગ આપે છે અને તેમની વિનંતીને સાંભળીને તે જ દિવસથી પ્રભુ વર્ષીદાન આપવાની પણ શરૂઆત કરે છે. વર્ષીદાનમાં પ્રભુજી રોજના એક કરોડ અને આઠ લાખ તો સોનૈયા આપે છે. એક વર્ષમાં કુલ 388 કરોડ 80 લાખ સોનૈયાનું દાન આપે છે. આટલું તો રોકડદાન-બીજા ગજ, અશ્વ, વસ્ત્ર વગેરેનું દાન અલગ. અહીં અંજનશલાકા વિધિ દરમ્યાન પણ નવલોકાંતિક દેવો બનેલા પુણ્યાત્માઓની “જય જય નંદા' “જય જય ભદ્દા' " વુંદ મયવં ! ધર્ખાતત્યં પવત્તેર !' ઈત્યાદિ વિનંતી બાદ પરમાત્માવતી પરમાત્માના માતા-પિતા આદિ સ્વજનો વર્ષીદાનનો પ્રારંભ કરે છે. -- -- -- -- -- -- -- -- -- -- -- 30 અંજનશલાકાનાં રહસ્યો