________________ આજ્ઞા માગે. પ્રભુની અને પ્રભુના માતાની પણ આજ્ઞા માગી પછી લઈ જાય. એ જ રીતે સ્નાત્ર પૂજા કે પ્રક્ષાલ કરવા માટે પ્રભુને લઈ જતાં તમારે આજ્ઞા માગવી જરૂરી છે. માગો છો રજા? આપણે ઉપયોગ રાખી પ્રભુના જીવનની ઘટનાઓ વિચારીએ તો એમાંથી આપણને ઘણું ઘણું જાણવા મળે તેમ છે. એક કલ્પસૂત્ર પણ જો તમે વિધિપૂર્વકઉપયોગપૂર્વક સાંભળો તો આજના વ્યવહારના તમારા બધા પ્રશ્નોના ઉકેલ તેમાંથી મળી આવે અને તમારો સમગ્ર વ્યવહાર વિવેકપૂર્વકનો અને શ્રાવકપણાને છાજે તેવો બની જાય. ઈન્દ્ર રજા લઈ પ્રભુને મેરગિરિ ઉપર લઈ જાય છે ત્યારે પણ શું બોલે ? " પ્રભુ ! આપ તો વગર અભિષેકે જન્મથી જ પવિત્ર જ છો. આપના માટે દ્રવ્યસ્નાનની વિધિની કોઈ આવશ્યકતા નથી. છતાં અમારા આત્મા ઉપર લાગેલી કર્મની મેલાશને દૂર કરવા માટે જ અમે આપનો અભિષેક કરવા માગીએ છીએ.' આ થઈ રજાની વાત. - હવે આવો મૂળ વાત ઉપર. ઈન્દ્ર જ્યારે ભગવાન શ્રી આદિનાથને એમ કહ્યું કે, “આપના લગ્નનો મારો શાશ્વત આચાર છે, ત્યારે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રાતર્ગત પહેલા પર્વમાં પરમાત્માના મુખકમલના ભાવોની પરિસ્થિતિનું અદ્ભુત વર્ણન કર્યું છે. તેઓ શ્રી જણાવે છે કે “સૂર્યવિકાશી કમળ જેમ સૂર્યનો અસ્ત થતાં મુરઝાઈ જાય-મ્યાન થઈ જાય, તેમ ભગવાન આદિનાથનું મુખ ઈન્દ્ર દ્વારા કરાયેલ લગ્નની વાત સાંભળીને મુરઝાઈ ગયું.' વિચાર કરો મહાનુભાવ કઈ મનોદશામાં તીર્થંકર પરમાત્મા વિહરતા હશે? પરમાત્મા શ્રીપાર્શ્વકુમારના જીવનનો વિચાર કરીએ તો લગ્નનો પ્રસંગ આવ્યો. પ્રસેનજિત રાજાની કન્યા કુમારિકા પ્રભાવતીએ કિન્નરીઓના મોઢે પ્રભુ પાર્શ્વના ગુણગાન સાંભળ્યાં. ત્યાં જ તે પ્રભુ પાર્શ્વકુમારના ગુણોમાં આસક્ત થઈ ગયાં અને લગ્ન કરું તો પાર્શ્વકુમાર સાથે જ એવો મનોમન નિર્ણય પણ કરી બેઠાં. આ વાતની ખબર યવન રાજવીને પડી. એને થયું મારા જેવો રાજવી બેઠો હોય અને આ પ્રભાવતી પાર્શ્વકુમારને પરણવાની વાત કરે એ હું કેમ ચલાવી લઉં ? તેણે મોટી સેના સાથે કુશસ્થળને ઘેરી લીધું. રાજા પ્રસેનજિતે મહારાજા અશ્વસેન ઉપર દૂત મોકલ્યો, સહાય માગી. અશ્વસેન મહારાજાએ દૂતની વાત સાંભળી યુદ્ધની તૈયારી કરવાનો આદેશ આપ્યો. પોતે યુદ્ધ જવાની તૈયારી કરવા લાગ્યા. આ વાતની જાણ પાáકુમારને થઈ. પિતા પાસે આવી વિનયથી કહ્યું, “પિતાજી. સેવક બેઠો હોય અને સ્વામીને યુદ્ધ જવું પડે તે યોગ્ય નથી. આપ અનુમતિ આપો પ્રભુનો લગ્નોત્સવ 35