________________ ગયો છું. આ કર્મનો ભાર મારાથી હવે ઉપાડાતો નથી.' ભગવાન, એ ભવની યુવાન દશાનો વિચાર ન કરતાં, અનંતકાળના સંસાર-પરિભ્રમણને આંખ સામે રાખી આ વાત કરી રહ્યા હતા. આવા આત્માનું મન સંસાર માટે ક્યારે પણ ઉત્સાહિત બનતું નથી. કૃષ્ણ મહારાજાનું કાંઈ ચાલ્યું નહિ ત્યાં ખુદ પરમાત્માનાં માતા-પિતાએ આગળ આવી કહ્યું, “વત્સ ! જરા અમારી સામું તો જો. અમારા ય કોક કોડ હોય છે ને ? વળી આજ સુધી થયેલા ઘણા તીર્થકરોએ લગ્ન કરી ભોગ ભોગવી પછી દીક્ષા લીધી છે ને મોક્ષ મેળવ્યો છે. તું વળી કોઈ નવો મોક્ષ મેળવવાનો છે ?' તે વખતે વિનયપૂર્વક પરમાત્મા શ્રી નેમિનાથે માતા-પિતાને ઉદ્દેશીને કહ્યું કે, “સઘળા ય તીર્થકરોનાં ચરિત્રો હું જાણું છું. જે તીર્થકરોનાં ભોગાવલી કર્મ નિકાચિત હતાં તેમણે જ તે કર્મને ખપાવવા લગ્ન કર્યા છે. એમનાં કર્મ જ એવાં હતાં કે લગ્ન કર્યા વિના - ભોગ ભોગવ્યા વિના ન તૂટે. જે તીર્થકરોનાં ભોગાવલી કર્મ નિકાચિત ન હતાં, તેમણે લગ્ન કર્યા જ નથી. કારણ કે એમનાં કર્મ જ એવાં કે લગ્ન કર્યા વિના - ભોગ ભોગવ્યા વિના જ તૂટી જાય.” આ પરમાત્માની ભવ્ય મનોદશા હોય છે. ભગવાન શ્રી આદિનાથનો વિચાર કરીએ તો, યુગલિકોનો એ કાળ હતો, તે કાળે લગ્ન વ્યવસ્થા હતી નહિ. અવસર્પિણીના પ્રથમ તીર્થકરના લગ્નની વિધિ કરવાનો કલ્પ સૌધર્મેન્દ્રનો હોય છે. ઈન્દ્ર અવધિજ્ઞાનથી પ્રભુની કર્મદશા જોઈ. ભોગાવલી નિકાચિત જાણી લગ્નની વિધિનો કલ્પ આચરવા નીચે આવ્યા અને પરમાત્મા શ્રી આદિનાથની એ માટે રજા માગી. “ભગવન્! ઈન્દ્ર તરીકે આપના લગ્નની વ્યવસ્થા કરવાનો મારો કલ્પ-આચાર છે. આપ અનુમતિ આપો તો વ્યવસ્થા કરું ?' સમકિતી એવા ઈન્દ્રને જે આ આચારનું પાલન કરવાનું હોય છે એમાં એમને કર્મબંધ નથી થતો. કારણ કે તીર્થકરો લગ્ન કરે છે, તે કર્મને બાંધવા માટે નહિ પણ કર્મને મારવા માટે જ. એ કર્મક્ષયની પ્રવૃત્તિમાં ભક્તિભાવપૂર્વક ઈન્દ્રો પોતાનું કર્તવ્ય આચરતા હોય છે, તેમ આજે જે પણ અંજનશલાકાની વિધિના એક ભાગરૂપ પરમાત્માના લગ્ન મહોત્સવની આ ક્રિયામાં જોડાશે, તેને વિપુલ કર્મનિર્જરા થશે; જો ભગવભાવની સાથે જોડાણ થાય તો. નહિતર કુતૂહલ કે સંસારના જ રંગરાગાદિ પોસવાનો ભાવ હોય તો આ તારક ક્રિયામાં જોડાઈને પણ કર્મબંધ જ થાય. ઈન્દ્ર, લગ્નની વિધિ કરવા માટે આદિનાથ પ્રભુ પાસે રજા-આજ્ઞા માગે છે. એ જ રીતે પ્રભુનો જન્મ થયા બાદ મેરુ ગિરિરાજ ઉપર સ્નાત્રાભિષેક કરવા લઈ જવાના હોય ત્યારે પણ પ્રભુ સાવ બાળ કાયાના હોવા છતાં ઈન્દ્ર એ માટે પણ 34 અંજનશલાકાનાં રહસ્યો