________________ વિયોગનું દુઃખ ન થાય એટલા જ માટે દીક્ષા લેવા માટે ઉત્સુક એવો પણ હું હમણાં દીક્ષા લેતો નથી.” પરમાત્માએ કહેલી આ વાત સાંભળીને હવે એક અક્ષર બોલવા જેવી પણ સ્થિતિ મિત્રોની ન રહી. મિત્રો મૌન થઈ ગયા. એટલામાં જ માતા ત્રિશલાદેવી પોતે ત્યાં આવી પહોંચ્યા. માતાજીને આવતાં જોતાં જ પરમાત્મા રત્નસિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા અને માતાને ઊંચા રત્નસિંહાસન ઉપર બેસાડીને પ્રભુ પોતે હાથ જોડી નમ્ર વદને ઊભા રહે છે. જે ભાવમાં તીર્થકરત્વ મળવાનું હોય તે જ ભવમાં માતા પ્રત્યેનું ઉચિત આચરણ કેવું ? હિતોપદેશમાળા નામના ગ્રંથરત્નમાં આચાર્યદેવ શ્રી પ્રભાનંદસૂરીશ્વરજી મહારાજે સુંદર રીતે આ વાત રજૂ કરી છે. તેઓ જણાવે છે કે : मुंचंति न मज्जायं, जलनिहिणो नाचलावि हु चलंति / न कयावि उत्तमनरा, उचियाचरणं विलंघंति / / 317 / / तेणं च्चिय जगगुरुणो, तित्थयरा वि हु गिहत्थभावंमि / अम्मापिऊणमुचियं, अब्भुट्ठाणाइ कुव्वंति / / 318 / / અર્થ : જેમ સમુદ્રો મર્યાદા મૂકતા નથી, પર્વતો ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરુષો ક્યારે પણ ઉચિત આચરણનું ઉલ્લંઘન કરતા નથી. માટે જ જગગુરુ શ્રી તીર્થકર ભગવંતો પણ ગૃહસ્થપણામાં અભ્યત્થાન (ઊભા થવું) વગેરે વડે માતા-પિતાનું ઉચિત આચરણ કરે છે.' વર્ધમાનકુમાર માતાજીને કહે છે, “માતાજી ! આપ સુખે પધાર્યા ? આપે કેમ અત્રે આવવાનું કષ્ટ લીધું. મને સંદેશો કહેવડાવ્યો હોત તો હું જ ત્યાં આવી જાત !' આજે માને શું બોલે ? બહારથી આવ્યા હો ને મા જો ઠંડા પાણીનો ગ્લાસ તમને લાવી ન આપે તો રાડ પાડી દો ને ? અહીં જુદું દશ્ય છે. માતાજી કહે છે, “વત્સ ! તારી પાસે આવવાને કોઈ કારણ જોઈતું નથી. તને જોતાં સુખ ઉપજે માટે મન થયું અને આવી ગઈ.” આમ બોલી ભૂમિકા કરે છે અને અનુસંધાનનો તાંતણો જોડતા મિત્રોને પૂછે છે, “હમણાં શું વાત ચાલતી હતી ? મિત્રો કહે છે, “માતાજી અમે વર્ધમાનકુમારને લગ્નની વાત કરી રહ્યા હતા. પણ એ માનતા નથી.” ત્યાં માતાજીએ કહ્યું, “અમે જાણીએ છીએ કે સંસાર ઉપર વિરાગી હોવા છતાં માત્ર અમારી ભક્તિ ખાતર જ તું સંસારમાં રહ્યો છે, છતાં કુમાર ! અમારી પણ એ ભાવના ખરી જ !" આ શબ્દોમાં એમના હૈયાનો ભાર હતો. સો વાર બોલો અને એમાં આગ્રહ ન હોય તેમ બને. એની સામે એકવાર પણ - - - - - - - - - 38 અંજનશલાકાનાં રહસ્યો - - - - - -