________________ તો આ કામ તો હું જ કરી આવું.' અશ્વસેન મહારાજાએ કહ્યું, “વત્સ ! તું પૂરેપૂરો સક્ષમ છે, એની મને ખાતરી છે, પણ તને મોકલવામાં મન માનતું નથી.' છેવટે પ્રભુનો આગ્રહ જોઈ મહારાજાએ અનુમતિ આપી. પ્રભુની યુદ્ધમાં જવાની ઇચ્છા જાણી ઈન્દ્ર પોતાના માતલી નામના સારથીને રથ સાથે પ્રભુ માટે મોકલ્યો. વિશાળ સેના સાથે પ્રભુ કુશસ્થળ નજીક આવી પહોંચ્યા. યવન રાજાની પાસે દૂત મોકલાયો. રાજાએ દૂતનું અપમાન કર્યું. પણ મંત્રી ડાહ્યો હતો, વચ્ચે પડ્યો. એ પાર્શ્વકુમારને અને એમના પ્રભાવને પણ જાણતો હતો. લડવામાં કાંઈ સારપ નથી, પોતાના રાજવીને સમજાવે છે. એણે સલાહ આપી કે, ‘બળીયા સાથે બાથ ભીડવામાં કાંઈ મજા નથી. હતા નહિ હતા થઈ જશું તેથી હવે મોઢામાં તરણું લઈને એમનું જ શરણું સ્વીકારો.” મંત્રીની સલાહથી રાજા મોઢામાં તરણું લઈને પાર્શ્વકુમારના શરણે આવ્યો. ત્યાં પ્રભુના સાગર જેટલા વિશાળ સૈન્યને અને પ્રભાવને જોઈને, એ આભો જ બની ગયો. એને થયું કે, મંત્રીએ મને સાચી સલાહ આપી અને મને પણ સદ્બુદ્ધિ સૂઝી કે યુદ્ધ ટાળ્યું અને હું બચી ગયો.” પ્રભુએ પણ તેને શીખામણ આપી પાછો મોકલ્યો. કુશસ્થળની આફત ઉત્સવ બની ગઈ. રાજા પ્રસેનજિત આનંદમાં આવી ગયા. પાર્શ્વકુમારને કહ્યું કે - “કુમાર ! આપે મારું એક સંકટ તો ટાળ્યું. હવે આ પ્રભાવતીનો સ્વીકાર કરી એની અને મારી મનની ઇચ્છા પૂરી કરો.” ત્યાં પાર્શ્વકુમારે કહ્યું કે, “હું પિતાની માત્ર યુદ્ધ માટેની જ અનુમતિ લઈને આવ્યો છું. મારાથી એમની આજ્ઞા વિના બીજું એક પણ કાર્ય ન કરાય.' સમજાય છે કાંઈ ? પિતાની આજ્ઞા વિના એક પણ ડગલું ન ભરાય ? પ્રભુ પણ આજ્ઞા મુજબ જીવતા? રાજાને થયું હવે શું કરવું. મોઢે આવેલો કોળીયો મોઢામાં ન ગયા જેવું થઈ ગયું. પ્રભાવતી તો કોડભરી કન્યા હતી. સર્વને સુખ આપનાર પાર્શ્વકુમાર આજે મને તરછોડીને જઈ રહ્યા છે, એનો પારાવાર આઘાત એના હૈયે લાગ્યો છે. જેને જોયા વિના માત્ર ગુણગાન સાંભળીને જ જેની સાથે મનનો નાતો બંધાયો હતો, સમગ્ર રાજ્યને અને પોતાના જીવનને પણ યવન રાજાના હુમલામાંથી જેમણે પોતાના અસ્તિત્વ માત્રથી જ ઊગાર્યું હતું, તે પાર્શ્વકુમાર પોતાનો સ્વીકાર કર્યા વિના જ પાછા જાય તો જીવવાનો કોઈ મતલબ ? કેવી હૈયાની પરિસ્થિતિ હશે ? પિતાએ પ્રભાવતીને આશ્વાસન આપ્યું. પ્રભુ સાથે જ પોતે એને સાથે લઈ કાશી ગયા. મહારાજા અશ્વસેનને ભેટી પડ્યા. “મહારાજા ! આપે મોટી આફતમાંથી ઉગારી મહાઉપકાર કર્યો, હવે બીજો પણ એક ઉપકાર કરવાનો બાકી છે, કરવો જ પડશે. મારી પુત્રી પ્રભાવતી મનોમન પાર્શ્વકુમારને વરેલી છે. આપ - - - - - - - - - - - - - - - - - - - - - - - - 36 અંજનશલાકાનાં રહસ્યો