________________ એનો પાર્શ્વકુમાર પાસે સ્વીકાર કરાવો.” અશ્વસેન મહારાજાએ પણ કહ્યું કે, “..અમને પણ એ જ મનોરથ છે. પણ પાર્શ્વકુમાર જન્મથી જ વિરક્ત છે. એની આગળ લગ્નની વાત કરવી શી રીતે ? છેવટે હિંમત કરી લગ્નનો પ્રસ્તાવ મૂકાયો અને જવાબમાં પાર્શ્વકુમારે કહ્યું કે... “પિતાજી ! મારા સંસારનો લગભગ અંત આવી ચૂક્યો છે. લગ્ન એ સંસારમાં ડુબાડનાર છે. સાવ કાંઠે આવેલા મને ડૂબાડવાની વાત આપ કેમ કરો છો ?' કેવી જાગૃતિ ? કેવો વિવેક ? ત્યારે માતા-પિતા કહે છે “બેટા ! અમારા ય મનોરથ તો હોય ને ? લગ્ન બંધન છે વાત સાચી, પણ તારા જેવા વિરક્ત માટે નહિ. તું તો જ્ઞાની, વિવેકી છે. લગ્ન તને રઝળાવી ન શકે.' આ વાત કરી ત્યારે માતા-પિતાના લગ્ન માટેનો આટલો આગ્રહ જોઈ પ્રભુએ જ્ઞાન દ્વારા ભોગકર્મ નિકાચિત જાણ્યું અને મૌન રહ્યા. એ મૌનને જ સંમતિ માની એમનાં પ્રભાવતી સાથે લગ્ન લેવાયા. - ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવનનો વિચાર કરીએ તો જ્યારે સમરવીર રાજાનો પરિવાર ભગવાનશ્રી મહાવીર પરમાત્મા સાથે પોતાની પુત્રી યશોદાનાં લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો ત્યારે સિદ્ધાર્થ મહારાજા કહે છે કે, મહાનુભાવ ! અમારી અને ત્રિશલાદેવીની પણ એ જ કામના છે કે વર્ધમાનકુમાર પરણે. પણ એ જન્મથી જ એવો વિરક્ત છે કે એની આગળ લગ્નની વાત કઈ રીતે મૂકવી એ જ અમારી મોટામાં મોટી મુંઝવણ છે. છેવટે સીધી રીતે કહી શકાય તેવું હતું નહિ માટે એક આયોજન ગોઠવાયું. વર્ધમાનકુમારના મિત્રોને બોલાવી આયોજન સમજાવવામાં આવ્યું. એમને કહેવામાં આવ્યું કે, “તમે વર્ધમાનકુમાર પાસે જઈ વાતવાતમાં ધીમે રહીને લગ્ન માટે સમજાવો.' મા-બાપ જેવા મા-બાપ પુત્ર આગળ આ અંગે સીધી વાત કરી શકતાં નથી. શા માટે ? ધાર્યું કરવા દેતા નથી માટે ? ના, પરમાત્મા- જન્મજાત પ્રબળ વિરાગી છે માટે જ ! મિત્રો ગયા. વાત માંડી. એમાં ધીમે રહીને લગ્નની વાતનો પ્રસ્તાવ મૂક્યો, એ વાત સાંભળીને પરમાત્મા શ્રી મહાવીરદેવ બોલ્યા કે, “આટલા વર્ષો સુધી મારા પરિચયમાં રહીને પણ મારી વૈરાગ્ય ભાવનાને પણ સમજી શક્યા નહિ કે જેથી આ વાત લઈને મારી પાસે આવ્યા છો ?' મિત્રો બોલ્યા કે, “આપ સંસારથી વૈરાગ્ય પામેલા છો એ અમે માનીએ છીએ, પરંતુ સાથે માતા-પિતાની આજ્ઞા અલંધ્ય હોય છે. એ પણ અમે જાણીએ છીએ. કુમાર ! અમારી સ્નેહભરી પ્રાર્થનાનો આપ ક્યારે પણ ભંગ કરતા નથી, તો આજે એકીસાથે અમારા સઘળાની અવગણના કેમ કરો છો ?' ત્યારે ભગવાન બોલ્યા, “મૂર્ખાઓ ! આવો આગ્રહ કેમ કરો છો ? સ્ત્રી વગેરેનો પરિગ્રહ તો સંસાર ભ્રમણનું કારણ છે. મારા માતા-પિતાને મારા પ્રભુનો લગ્નોત્સવ * 37