________________ સ્વરૂપે છીએ. કારણ કે આપણું સ્વરૂપ અત્યારે મોહાવરણ અને કર્માવરણના કારણે અવરાયેલું છે માટે આપણું અને પરમાત્માનું સ્વરૂપ એક જ હોવા છતાં અત્યારે આપણા અને પરમાત્માની વચ્ચે ભેદ છે. માટે જ એક કવિએ ગાયું પણ છે કે - તું જુદા નહીં, મેં જુદા નહીં, ઓર કોઈ જુદા નહીં, પરદા ઊઠે જો કામે કા, ભરમ સબ ભાંગે મહી; પ્રભુ ! વો હી કમ-પટ દૂર કરે ! મેરી અરજી ઉપર પ્રભુ ! ધ્યાન ઘરો !" આ બંને વચ્ચેના ભેદનો છેદ કરવાની શ્રેષ્ઠ સાધના એટલે જ પરમાત્માનું ધ્યાન. પરમાત્માનું ધ્યાન કરવા માટે પરમાત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ધ્યાન કરવું અનિવાર્ય છે. પરમાત્માનું જીવદળ, તેની શુદ્ધતા, તેની જુદી જુદી અવસ્થા, તે અવસ્થાઓમાંથી પરમાત્મા કેવી રીતે પસાર થયા?, તેમાં એક-એક પરાકાષ્ઠાના ગુણો કેવી રીતે પામ્યા ? એ ગુણો કેવી રીતે ટકાવ્યા ?, એ ગુણોને કેવી રીતે વર્ધમાન બનાવીને પરાકાષ્ઠાએ પહોંચાડ્યા ? આ બધું જ દ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતન, ભાવના, ધ્યાન અને અનુપ્રેક્ષાનાં સાધનો-આલંબનો છે. આ અંજનશલાકાના પ્રસંગો દ્વારા એને જાણવાનું છે અને તેનું ધ્યાન આત્મસ્થ કરવાનું છે. પરમાત્માની જ્ઞાનયુક્ત ગર્ભાવસ્થા પછી જગદ્ કલ્યાણકર જન્મ, બાલ્યકાળનું પરમ ઔચિત્ય, યુવાવસ્થાનો પરમ વિવેક, લગ્ન જીવનની પરમ વિરક્તિ, રાજ્યાભિષેક સમયનું ગાંભીર્ય, રાજ્યપાલનકાળની પ્રજા વત્સલતા અને ન્યાયપૂર્ણ વ્યવહાર, દીક્ષા પૂર્વે દ્રવ્યદાન દ્વારા પરાકાષ્ઠાનો દ્રવ્યોપકાર, સર્પકાંચળીવતું સહજ સંસારનાં સર્વ સંબંધો અને બંધનોનો ત્યાગ, વૈરાગ્ય અને ત્યાગ સભર દીક્ષા, દીક્ષા પછી અતિવિશિષ્ટ અપ્રમત્ત ભાવપૂર્વકની સાધના, પરાકાષ્ઠાની સાધના દ્વારા ઘાતિકર્મનો ક્ષય કરી વીતરાગતા અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ, જગતનો ઉદ્ધાર કરનાર મહાધર્મ-શાસનની અને ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના, જીવનકાળ દરમ્યાન તીર્થ પ્રવર્તન અને જીવનના અંત સમયે અઘાતિકર્મનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્તિ. આ બધી અવસ્થાઓમાં આપણને પરમાત્માનો ગુણ વૈભવ જોવા મળશે. પરમાત્માની આ બધી અવસ્થાઓનું ધ્યાન એ પરમાત્માના ઉજવળ પર્યાયોનું ધ્યાન છે. આ પર્યાયોના ધ્યાન કાળમાં પરમાત્માના તે તે સમયના વિશિષ્ટ કોટિના 24 અંજનશલાકાનાં રહસ્યો