________________ પાઠશાળાગમન અને રાજ્યાભિષેક અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા કલિકાલ સર્વજ્ઞ પ્રભુ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે જગતના પરમતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વનું નિરૂપણ જેમ “વીતરાગ સ્તોત્ર' નામના મહાન ગ્રંથરત્નના માધ્યમથી કર્યું છે, તેમ તે પરમાત્મતત્ત્વને પામેલા પરમેશ્વરોના જીવન પ્રસંગોનું નિરૂપણ ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'ના માધ્યમે પણ કર્યું છે. આ નિરૂપણ એવું અદ્ભુત છે કે, જેણે સ્વયં આત્મતત્ત્વ પામવું હોય, આત્મામાંથી પરમાત્મા બનવું હોય, તેને માટે પરમ આલંબનરૂપ છે. તારક તીર્થંકર પરમાત્મા જેમ જગતના જીવોનું કલ્યાણ કરવા સમર્થ છે, તેમ તેમના જીવન પ્રસંગો પણ જગતના જીવોનું કલ્યાણ કરવા એટલા જ સમર્થ છે. ચૈત્ર માસની અને આસોમાસની આયંબિલની ઓળી જો તમે કરી હોય તો તમને ખ્યાલ હશે, અરિહંતપદની આરાધનામાં એક દુહો બોલવાનો આવે છે. અરિહંત પદ ધ્યાતો થકો, દબૃહ ગુણ-જ્જાય રે; ભેદ-છેદ કરી આતમા, અરિહંત રૂયી થાય છે.” અરિહંત પરમાત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ધ્યાન ધરનારા આત્માઓ પોતાની અને પરમાત્માની વચ્ચે ભેદ ઉભો કરનાર કર્મનો છેદ કરીને પોતે જ પરમાત્મા સ્વરૂપી (અરિહંત) બની જાય છે. જે પ્રભુનું સ્વરૂપ છે, તે જ આપણું સ્વરૂપ છે. છતાં બંનેયમાં બહુ મોટો ભેદ છે. તે શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, સિદ્ધ સ્વરૂપે પ્રગટ થઈ ચુક્યું છે અને આપણે અત્યારે કર્મના આવરણને કારણે રાગી, દ્વેષી, મોહી, સાકાર, સંસારી પાઠશાળાગમન અને રાજ્યાભિષેક